કિન્શાસા: કોંગોના પશ્ચિમ ભાગમાં આજે એક રાજમાર્ગ પર ઓઈલનું ટેન્કર બીજા વાહન સાથે ટકરાતા જે ભીષણ ટક્કર થઈ તેમાં 50 લોકોના મોત થયા અને 100 લોકો આગમાં ઝૂલસી ગયાં. ક્ષેત્રના કાર્યવાહક ગવર્નરે આ જાણકારી આપી હતી. એક્ટુઅલાઈટ સીડી વેબસાઈટ મુજબ કોંગો સેન્ટ્રલ ક્ષેત્રના વચગાળાના ગવર્નર અતોઉ માતાબુઆનાએ કહ્યું કે 50 લોકોના મોત થયા છે અને 100 લોકો ઝૂલસ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અકસ્માત રાજધાની કિન્શાસાના એટલાન્ટિંક મહાસાગરના તટ પર સ્થિત દેશના એકમાત્ર પોર્ટ મતાદી સાથે જોડનારા રાજમાર્ગ પર થયો. આ જગ્યા કિંસાતુ શહેરની પાસે છે અને રાજધાનીથી પશ્ચિમમાં લગભગ 120 કિમી દૂર છે. સંયુક્ત રાષ્ટરના રેડિયો નેટવર્ક ઓકપી રેડિયાએ કહ્યું કે ટેન્કરમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી. જે ખુબ ઝડપથી ફેલાઈ અને તેની ચપેટમાં આસપાસના ઘરો આવી ગયાં. 



અત્રે જણાવવાનું કે મધ્ય આફ્રીકી દેશોના રસ્તાઓની હાલત વર્ષોથી યુદ્ધો અને ઉપેક્ષાના કારણે ખુબ ખરાબ છે. અહીં 2010માં ઈંધણ ભરેલા ટેન્કર પલટી જવાથી 230થી વધુ લોકોના મોત થયા હતાં.