નવી દિલ્હીઃ ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (આઈસીસી) ના ન્યાયાધીશોએ ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ અને પૂર્વ રક્ષામંત્રી યોઆવ ગેલેન્ટની સાથે-સાથે હમાસના સૈન્ય કમાન્ડર વિરુદ્ધ ધરપકડ વોરંટ ઈશ્યુ કર્યું છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે પ્રી-ટ્રાયલ ચેમ્બરે કોર્ટના અધિકાર ક્ષેત્રમાં ઈઝરાયલના પડકારને નકાર્યા હતા અને બેન્જામિન નેતન્યાહુ અને યોઆવ ગેલેન્ટ માટે વોરંટ ઈશ્યુ કર્યું હતું. મોહમ્મદ દેઇફ માટે પણ વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું, પરંતુ ઇઝરાયલી સેનાએ કહ્યું કે જુલાઈમાં ગાઝામાં થયેલા એક હવાઈ હુમલામાં તેનું મોત થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તે જાણવા મળ્યું કે ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ દરમિયાન કથિત યુદ્ધ અપરાધો અને માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે ત્રણેય વ્યક્તિઓ "ગુનાહિત જવાબદારી" લે છે તે માનવા માટે "વાજબી કારણો" હતા. ઈઝરાયેલ અને હમાસ બંનેએ આરોપોને ફગાવી દીધા છે.


જાણકારી અનુસાર આરોપમાં તે કહેવામાં આવ્યું છે કે કોર્ટને તે માનવાના યોગ્ય કારણો મળ્યા છે કે નેતન્યાહુએ ઈરાદાપૂર્વક નાગરિકોને નિશાન બનાવ્યા અને જરૂરી સહાયતા રોકી દીધી. જેનાથી લોકોએ ભારે પીડા ઉઠાવવી પડી છે. 


કોર્ટે કહ્યું- અમે આકરણી કરી કે તે માનવાનો યોગ્ય આધાર છે કે નેતન્યાહુ અને ગેલેન્ટ ગાઝાના નાગરિકોની વસ્તી વિરુદ્ધ ઈરાદાપૂર્વક હુમલાને નિર્દેશિત કરવાના યુદ્ધ અપરાધ માટે જવાબદાર છે.