કલમ 370 મુદ્દે હવે આ શક્તિશાળી દેશે પાકિસ્તાનને લગાવી ફટકાર, ભારતને આપ્યો સાથ
પાકિસ્તાનને કલમ 370 મામલે વધુ એક જોરદાર આંચકો લાગ્યો છે. ભારત સરકારે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવીને તેને 2 કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજિત કરી નાખ્યું છે. ભારત સરકારના આ નિર્ણયને રશિયાનું પણ સમર્થન મળ્યું છે.
નવી દિલ્હી: પાકિસ્તાનને કલમ 370 મામલે વધુ એક જોરદાર આંચકો લાગ્યો છે. ભારત સરકારે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવીને તેને 2 કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજિત કરી નાખ્યું છે. ભારત સરકારના આ નિર્ણયને રશિયાનું પણ સમર્થન મળ્યું છે. એટલું જ નહીં રશિયાએ પાકિસ્તાનને શિખામણ આપતા કહ્યું કે તે કાશ્મીર મુદ્દે ભારત સાથે તણાવ ન વધારે. રશિયાએ આજે કહ્યું કે જમ્મુ કાશ્મીરની સ્થિતિમાં ફેરફાર અને તેનું વિભાજન ભારતીય બંધારણના દાયરામાં થયું છે.
વિશ્વ પટલ પર એકલું પડ્યું પાકિસ્તાન, ચીને પણ લગાવી ફટકાર, કહ્યું- 'ભારત સાથે સંબંધ વધુ ખરાબ ન કરો'
મંત્રાલયે પોતાના એક નિવેદનમાં કહ્યું કે "રશિયા ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ સંબંધોનું પ્રબળ સમર્થક છે. અમને આશા છે કે બંને પક્ષો વચ્ચે શિમલા કરાર 1972 અને લાહોર ઘોષણાપત્ર 1999 હેઠળ દ્વિપક્ષીય વાર્તા દ્વારા મુદ્દાઓ ઉકેલવામાં આવશે."
જુઓ LIVE TV