મ્યુનિચ(જર્મની): સંશોધકોએ કન્ટ્રોલ અલ્ગોરિધમ્સ સાથેની એક કૃત્રિમ ત્વચા બનાવી છે અને તેનો ઉપયોગ કરીને સંપૂર્ણપણે કૃત્રિમ ત્વચા ધરાવતો એક હ્યુમેનોઈડ રોબોટ બનાવ્યો છે. જર્મનીની ટેક્નીકલ યુનિવર્સિટી ઓફ મ્યુનિચના પ્રોફેસર ગોર્ડોન ચેંગની ટીમ દ્વારા આ કૃત્રિમ ત્વચાનું નિર્માણ કરાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાયન્સ જનરલમાં પ્રકાશિત અભ્યાસ અનુસાર ત્વચાનો દરેક પોઈન્ટ એક માઈક્રોપ્રોસેસર અને સેન્સર ધરાવે છે અને તેના આધારે રોબોટ સંપર્ક, આવેગ, નિકટતા અને તાપમાનનો અનુભવ થશે. આ પ્રકારની કૃત્રિમ ત્વચા રોબોટને તેમની આજુબાજુના વિસ્તારમાં ચાલી રહેલી ગતિવિધીઓનો વિગતવાર અને વધુ સંવેદનશીલતા સાથે અહેસાસ કરાવશે. 


આ પ્રકારના અનુભવના કારણે રોબોટ વધુ સુરક્ષિત રીતે હલન-ચલન કરી સખશે. નજીકના લોકો સાથેના સંવાદમાં તેઓ વધુ સુરક્ષિત રીતે વ્યવહા કરી શકશે અને તેમને અકસ્માતથી પણ બચાવશે. પ્રકાશિત અભ્યાસમાં જણાવાયું છે કે, રોબોટ માટેની ત્વચાના નિર્માણમાં સૌથી મોટી અડચણ કમ્પ્યૂટિંગ કેપેસિટી હતી. 


અભ્યાસ અનુસાર માનવીય ત્વચામાં 50 લાખ સંવેદકો હોય છે. હવે, કૃત્રિમ ત્વચામાં ફીટ કરવામાં આવેલા સેન્સર્સની મદદથી રોબોટને સતત ડાટા મળતો રહે અને મર્યાદા વગર તે કામ કરતા રહે તેવી ટેક્નોલોજીનો વિકાસ થઈ ગયો છે. અગાઉની સિસ્ટમ કેટલાક હજાર ડાટામાં જ ઝડપથી ઓવરલોડ થઈ જતો હતો. સંશોધકોએ આ સમસ્યમાંથી છૂટકારો મેળવવા માટે ન્યૂરોએન્જિનિયરિંગ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. તેના કારણે સમગ્ર પ્રક્રિયામાં 90 ટકાનો ઘટાડો થઈ ગયો છે. 


[[{"fid":"238683","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


આ સંશોધકોએ બનાવેલા H-1 રોબોટમાં 1,260 કોષ (13,000થી વધુ સેન્સર્સ) તેના શરીર, હાથ, પગ અને પગના તળિયામાં પણ ફીટ કરેલા છે. તેનાથી રોબોટને સમગ્ર શરીરમાં સંવેદનશીલતાનો અનુભવ કરાવશે. ઉદાહરણ તરીકે, H-1 રોબોટ જ્યારે જમીન પર પગ મુકે છે ત્યારે જો તેમાં ખાડા-ટેકરા હોય તો તેને તરત જ અનુભવ થઈ જાય છે અને તેની સંવેદનશીલ કૃત્રીમ ત્વચાના કારણે તે સંભાળીને ચાલે છે. 


પ્રોફેસર ચેંગે આ અંગે જણાવ્યું કે, "અમારી સિસ્ટમ રોબોટ કોઈ મુશ્કેલી વગર અને ઝડપથી કામ કરી શકે તે માટે બનાવાઈ છે. આ રોબોટનો ઉપયોગ ઔદ્યોગિક ક્ષેત્રે કરી શકાય નહીં પરંતુ નર્સિંગ ક્ષેત્રે અથવા તો જ્યાં લોકો સાથે સીધો નજીકનો સંપર્ક સ્થાપવાનો હોય ત્યાં આ રોબોટ ઉપયોગી સાબિત થઈ શકે એમ છે. હવે અમે નાના ત્વચાના કોષો બનાવવા પ્રયાસ કરી રહ્યા છીએ, જે મોટી સંખ્યામાં સેન્સરને ગ્રહણ કરી શકે."


જુઓ LIVE TV....


દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....