નવી દિલ્હીઃ અફઘાનિસ્તાન પર (Afghanistan News) પર કટ્ટરપંથી સંગઠન તાલિબાનનો કબજો થયા બાદ પોતાનો દેશ છોડીને ભાગી ચુકેલા રાષ્ટ્રપતિ અશરફ ગની પોતાના પરિવાર સાથે અબુધાબીમાં છે. સંયુક્ત અરબ અમીરાત (UAE) ના વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યુ કે, માનવતાના આધાર પર યૂએઈ રાષ્ટ્રપતિ અશરફ ગની અને તેના પરિવારનું સ્વાગત કરે છે. પરંતુ તેઓ યૂએઈમાં કઈ જગ્યા એ છે તેના વિશે કોઈ જાણકારી આપવામાં આવી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંયુક્ત અરબ અમીરાતે કહ્યું કે, તેણે અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની અને તેના પરિવારને માનવીય આધાર પર સ્વીકાર કરી લીધા છે. 


તાલિબાનના કાબુલની નજીક પહોંચતા પહેલા ગની દેશ છોડી ભાગી ગયા હતા. યૂએઈની સરકારી સમાચાર સમિતિ 'WAM' એ બુધવારે પોતાની એક ખબરમાં આ જાણકારી આપી છે. પરંતુ તેણે જણાવ્યું નથી કે ગની દેશમાં કઈ જગ્યાએ છે. તેમાં દેશના વિદેશ મંત્રાલયના એક લાઇનવાળા નિવેદનને જોડવામાં આવ્યું છે. 


આ પણ વાંચોઃ 5 પોઈન્ટમાં સમજો અફઘાનિસ્તાનમાં કેવું હશે તાલિબાન 'રાજ', શું મહિલાઓને મળશે તેનો હક


વિરોધીઓ વિરુદ્ધ તાલિબાનની ગોળીબારીમાં એક વ્યક્તિનું મોત
તો પૂર્વી શહેર જલાલાબાદમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો પર તાલિબાનની હિંસક કાર્યવાગીમાં બે લોકોના મોત થયા છે, જ્યારે 6 ડેટલા લોકોને ઈજા પહોંચી છે. અફઘાનિસ્તાનના એક સ્વાસ્થ્ય અધિકારીએ આ જાણકારી આપી છે. 


બુધવારે અનેક લોકોએ અફઘાનિસ્તાનના સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો અને તાલિબાનના ઝંડાને ઉતારી દીધો હતો. ત્યારબાદ તાલિબાનીઓએ ગોળીઓ ચલાવી અને લોકો સાથે મારપીટ કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube