ઇસ્લામાબાદ: આઠ વર્ષ તાહનાઈમાં કેદમાં રહ્યા પછી આસિયા બીબીને સુપ્રીમ કોર્ટે ભલે આઝાદ કરી દિધી પરંતુ હવે તેની પાસે પાકિસ્તાનમાં રહેવા માટે કોઇ સુરક્ષિત જગ્યા નથી. ઇશનિંદાના મામલે ફાંસીની સજાનો સામનો કરી ચુકેલી આસિયાના પતિ આસિફ મસીહએ બ્રિટન, અમેરિકા અને કેનેડા જેવા દેશમાં તેમના પરિવારને શરણ આપવાની અપીલ કરી છે. તેમનું કહેવું છે કે આસિયા સહિત પૂરા પરિવારને પાકિસ્તાનમાં જીવનું જોખમ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તે દરમિયાન વિરોધ પ્રદર્શનને જોઇ પોતાના જીવને જોખમ હોવાની આશંકાએ આસિયા બીબીના વકીલ શનિવારે પાકિસ્તાનથી ભાગી ગયા અને તેમણે સરકાર પાસે તેમના પરિવારની સુરક્ષા કરવાનો આગ્રહ કર્યો છે. એક્સપ્રેસ ટ્રિબ્યૂનના એક રિપોર્ટ અનુસાર તેમના વકીલ સૈફુલ મલુકે દાવો કર્યો છે કે વકિલોના એક સમૂહથી તેઓ જીવના જખમનો સામનો કરી રહ્યા છે અને આ પરિસ્થિતિમાં તેમનાથી પ્રેક્ટિસ કરવાનું મુશ્કેલ થઇ રહ્યું છે.


જોકે તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો સેના દ્વારા તેમને સુરક્ષા આપવામાં આવશે તો તેઓ સમીક્ષા અરજીની સુનાવણી દરમિયાન તેમની ક્લાઈન્ટની બચાવ પક્ષ મુકવા માટે પાકિસ્તાન પરત આવશે. મલુકે કહ્યું કે મારો પરિવાર પણ ગંભીર સુરક્ષાના ખતરાનો સામનો કરી રહ્યો છે અને ફેડરલ સરકારે તેમને સુરક્ષા આપવી જોઇએ.


દુનિયાના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...