નવી દિલ્હી: કોરોના વાયરસ હવે માણસોને છોડી પ્રાણીઓમાં જોવા મળી રહ્યો છે. તે પણ એવા પ્રાણીમાં જેને જોવા લોકો એક્વેરિયમ સુધી જાય છે. ભારતમાં પણ આ જીવ જોવા મળે છે. આ પ્રાણીનું નામ જળબિલાડી છે. આ નોળીયાની એક પ્રજાતિ હોય છે. જે જમીન અને પાણી બંનેમાં રહી શકે છે. અમેરિકાના એટલાન્ટા શહેરમાં સ્થિતિ જ્યોર્જિયા એક્વેરિયમમાં કેટલીક જળબિલાડી કોરોના સંક્રમિત જોવા મળી છે.


આ અંગે જ્યોર્જિયા એક્વેરિયમે ટ્વિટ કરી આ જાણકારી આપી છે કે, તેમના કેટલીક જળબિલાડી કોરોના સંક્રમિત છે. તેમનું નાક વહી રહ્યું છે. તે છીંક આવી રહી છે. થોડી થાકેલી જોવા મળી રહી છે. પરંતુ તમામ લક્ષણ હળવા સ્તરના છે. જે જળબિલાડી કોરોના સંક્રમિત થઈ છે તે એશિયન સ્મોલ ક્લોડ ઓટર્સ એટલે કે નાના પંજાવાળી એશિયન જળબિલાડી છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube