નવી દિલ્હીઃ દુનિયા પર સૌથી મોટો ખતરો ઉભો થયો છે. કેમ કે દુનિયાભરના વૈજ્ઞાનિકોને ડર સતાવી રહ્યો છે કે હવે માનવજાતિ ખત્મ થઈ જશે. આ સંકટ એટલા માટે ઉભુ થયુ છે કેમ કે એક વિશાળ ઉલ્કાપિંડ તેજ ગતિથી પૃથ્વી તરફ આવી રહી છે અને આ ઉલ્કાપિંડ જે ગતિથી પૃથ્વી સાથે ટકરાશે તેનાથી સમગ્ર માનવ જાતિનો ખાત્મો થઈ જશે. ત્યારે કેટલી મોટી છે ઉલ્કાપિંડ અને ક્યારે પૃથ્વી સાથે ટકરાશે, જોઈએ આ રિપોર્ટમાં... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માનવ જાતિના અસ્તિત્વને લઈને હવે કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયુ છે.....
કળિયુગમાં માનવીએ કરેલા પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે .... 
કેમ કે દુનિયાનો ખાત્મો કરવા માટે આવી રહ્યા છે પ્રલયના દેવતા... 


જીહાં, આવું અમે એટલાં માટે કહી રહ્યા છીએ કેમ કે એક વિશાળ ઉલ્કા પિંડ માનવજાતિનો ખાત્મો કરવા માટે પૃથ્વી તરફ આવી રહી છે. પોતાની ભ્રમણ કક્ષા છોડીને પૃથ્વી તરફ આવી રહેલી ઉલ્કા પિંડનું નામ છે પ્રલયનો દેવતા... 


દુનિયાના વૈજ્ઞાનિકો આ ખતરાનો સામનો કરવા માટે પહેલાંથી જ તૈયારીમાં લાગી ગયા છે ત્યારે હવે ભારતે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઈસરો ચીફ ડૉક્ટર એસ. સોમનાથે પણ આ ઉલ્કાપિંડને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને તેને ખૂબ ખતરનાક ગણાવી છે. 


એક ઈન્ટરવ્યૂમાં ડૉક્ટર એસ. સોમનાથે જણાવ્યુ કે જો કોઈ મોટી ઉલ્કાપિંડ ધરતી સાથે ટકરાય તો માનવજાતિ ખત્મ થઈ જશે. આ ખતરનાક ઉલ્કાપિંડનું નામ છે એપોફિસ. ઈસરો પણ આ એપોફિસ ઉલ્કાપિંદ પર નજર રાખી રહ્યુ છે. ઈસરોના વૈજ્ઞાનિકો સતત ઉલ્કાપિંડને મોનિટર કરી રહ્યા છે. એપોફિસને ટ્રેક કરવા માટે NETRA પ્રોજેક્ટ લોન્ચ કરાયો છે.  


માનવજાતિ માટે ખતરો બનેલો આ એપોફિસ ઉલ્કાપિંડ ખરેખર કેટલો ખતરનાક છે, તેના વિશે વાત કરીએ તો એપોફિસ ઉલ્કાપિંડ 1230 ફૂટ પહોળી છે. એટલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બરાબર છે આ ઉલ્કાપિંડ. એટલું જ નહીં 3 ફૂટબોલ સ્ટેડિયમના બરાબર તેને ગણી શકાય. એટલે કે INS વિક્રમાદિત્ય બરાબર આ ઉલ્કાપિંડ છે. 


ઉલ્કાપિંડ એટલે એ એક વિશાળ પથ્થર હોય છે. ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જેવડા પથ્થરથી પૃથ્વીને શું નુકસાન થશે એવું તો ક્યારેય ન વિચારતા, કેમ કે ઉલ્કાપિંડની સાઈઝ પર ક્યારેય ન જવું જોઈએ. એક નજરે આ નાનકડો પથ્થર લાગશે, પરંતુ અવકાશમાં ફરી રહેલો આ નાનકડો પથ્થર જ્યારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરી લે છે પછી ખૂબ જ ખતરનાક બની જાય છે. ઈસરોને આશંકા છે કે જો આ ઉલ્કાપિંડ ધરતી સાથે ટકરાઈ તો આખા એશિયા ખંડનો પણ સફાયો કરી શકે છે. 


વીઓ. પ્રલયનો દેવતા એટલે કે એપોફિસ ઉલ્કાપિંડની શોધ 2004માં કરાઈ હતી. હવે આ વિશાળ ઉલ્કાપિંડ ધરતીની નજીક આવી ગઈ છે. વૈજ્ઞાનિકોનો અંદાજો છે કે 5 વર્ષ પછી એટલે કે 13 એપ્રિલ 2029ના રોજ આ ઉલ્કાપિંડ ધરતીની સૌથી નજીક હશે. ધરતીથી ઉલ્કાપિંડનું અંતર માત્ર 32 હજાર કિલોમીટર દૂર હશે. આનાથી વધુ દૂર તો ભારતનું જિયોસ્ટેશનરી સેટેલાઈટ છે. બીજી વખત ફરી આ ઉલ્કાપિંડ 2036માં પૃથ્વીની વધુ નજીકથી પસાર થશે. પરંતુ વૈજ્ઞાનિકોને સૌથી વધુ ડર વર્ષ 2068ને લઈને છે કેમ કે કદાચ 2068માં આ એપોફિસ પૃથ્વી સાથે ટકરાશે. 


હાલ તો વૈજ્ઞાનિકો પણ કોઈ ચોક્કસ સમય બતાવી શકતા નથી. પરંતુ જ્યારે આ ઉલ્કાપિંડ 2029માં પૃથ્વી પાસેથી પસાર થશે ત્યારે વૈજ્ઞાનિકો પોતાના ચોક્કસ મત પર પહોંચશે. ત્યારે હાલ ચિંતાની વાત તો એ છે વૈજ્ઞાનિકો આ ઉલ્કાપિંડને ધરતી તરફ આવતા રોકી શકશે, કે પછી 2068માં ઉલ્કાપિંડના ટકરાવાની સાથે જ પૃથ્વી અને માનવજાતિનો વિનાશ થઈ જશે?