ત્બિલિસ: 'બાળકો તો બે જ સારા' જ્યોર્જિયાની રહીશ ક્રિસ્ટીના ઓઝટર્ક તેના પર જરાય વિશ્વાસ કરતી નથી. કારણ કે તે 24 વર્ષની ઉંમરે 21 બાળકોની માતા બની ગઈ છે. એટલું જ નહીં તેણે તેના 21 બાળકોની સાર સંભાળ માટે 16 આયાને કામે લગાડી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આટલો ખર્ચો થયો
'ડેઈલી મેઈલ' ના રિપોર્ટ મુજબ ક્રિસ્ટીના ઓજટર્ક જ્યોર્જિયાના કરોડપતિ વ્યક્તિ ગેલીપની પત્ની છે. ઓઝટર્ક દંપત્તિએ ગત વર્ષ માર્ચ અને તે વર્ષ જુલાઈ વચ્ચે સરોગેટ્સ દ્વારા માતા પિતા બનવા માટે 142,000 પાઉન્ડ એટલે કે  1,46,78,156 રૂપિયા ખર્ચો કર્યો. બંનેનું કહેવું છે કે પૈસાથી તેમને એવી ખુશી મળી, જે હંમેશા તેમની સાથે રહેશે. 


24 કલાક ઘરમાં રહે છે આયા
મૂળ રીતે રશિયાની ક્રિસ્ટીનાના ઘરમાં રહેતી 16 આયા પર દર વર્ષે 96,000 ડોલર એટલે કે 72,08,265 રૂપિયા ખર્ચો થાય છે. આ તમામ આયા બાળકોની દેખભાળ માટે 24 કલાક કામ કરે છે. આથી આ આયાનો ખર્ચો પણ ક્રિસ્ટીના અને તેના પતિએ ઉઠાવવો પડે છે. ક્રિસ્ટીનાના પતિને પહેલી પત્નીથી બે બાળકો છે. બધા મળીને એક જ ઘરમાં એક  છત નીચે 23 બાળકો રહે છે. 


એક જીત શું મળી કે ખુશીમાં પાગલ થઈ ગયા પાકિસ્તાનના મંત્રી, ભારતીય મુસ્લિમો વિશે કહી આ વાત


Video બનાવીને કરે છે પોસ્ટ
ક્રિસ્ટીના ભારપૂર્વક કહે છે કે તે એક વ્યવહારું માતા છે. તેણે કહ્યું, હું દરેક સમયે બાળકો સાથે રહુ છું, એક માતા જે કરે તે બધુ જ કરું છું. અંતર ખાલી બાળકોની સંખ્યાનું છે. પ્રત્યેક દિવસ અલગ હોય છે, સ્ટાફ શિડ્યૂલની યોજનાથી લઈને મારા પરિવાર માટે ખરીદી સુધી બધુ હું કરુ છું. ક્રિસ્ટીના ઈન્સ્ટાગ્રામ પર તેના દૈનિક જીવન અંગે જાણકારી શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેને 160000 લોકો ફોલો કરે છે. તે પોતાના વીડિયોમાં મોટાભાગે બાળકોનું ભોજન તૈયાર કરવા અને તેમની સાથે રમતી જોવા મળે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube