કરાચીઃ Karachi Blast: પાકિસ્તાન (Pakistan) ના કરાચીના શેરશાહ પારાચા ચોક વિસ્તારમાં  બ્લાસ્ટ થયો છે. આજે બપોરે આ વિસ્તારની એક ઇમારતમાં બ્લાસ્ટ થયો છે. તેમાં 12 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યાં છે તો અનેક લોકોને ઈજા પહોંચી છે. જાણવા મળી રહ્યું છે કે આ વિસ્ફોટ એક ખાનગી બેન્કની પાસે સાઇટ ક્ષેત્રમાં થયો, જેનાથી અહીં સ્થિત અન્ય ઇમારતોને પણ મોટુ નુકસાન પહોંચ્યુ છે. પોલીસ અને બચાવ અધિકારી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બચાવ અધિકારી ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવી રહ્યાં છે. ઈજાગ્રસ્તોમાં ચારની સ્થિતિ ગંભીર છે. તો રિપોર્ટ પ્રમાણે આ વિસ્ફોટમાં 12 લોકોને ઈજા થવાની માહિતી સામે આવી રહી છે. પોલીસ પ્રમાણે વિસ્ફોટ ક્યા કારણે થયો તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ અને રેન્જર્સના અધિકારીઓએ આ વિસ્તારમાં નાકાબંધી કરી છે. 


ગટરમાં ગેસ જમા થતાં વિસ્ફોટ?
પોલીસ અધિકારી જફર અલી શાહે જાણકારી આપી છે કે વિસ્ફોટ એક ખાનગી બેન્કની નીચે ગટરમાં થયો. જેને પરિસર ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. જેથી ગટર સાફ કરી શકાય. શાહે કહ્યુ કે, વિસ્ફોટમાં બેન્કની ઇમારત અને પાસે એક પેટ્રોલ પંપ ક્ષતિગ્રસ્ત થયા છે. અધિકારીએ કહ્યું કે એવી શંકા છે કે ઇમારતની નીચે ગટરમાં ગેસ જમા થવાથી વિસ્ફોટ થયો છે. 


પોલીસના પ્રવક્તાએ બાદમાં જણાવ્યું કે વિસ્ફોટ સ્થળની તપાસ માટે એક બોમ્બ વિરોધી સ્ક્વોડને બોલાવવામાં આવી છે. સ્ક્વોડના રિપોર્ટ બાદ બ્લાસ્ટની પાછળનું કારણ જાણી શકાશે. પોલીસે એક નિવેદનમાં કહ્યું કે, સૌથી પહેલા અધિકારી વિસ્ફોટ સ્થળે પહોંચ્યા અને તે વિસ્તારની ઘેરાબંધી કરી છે. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube