રિયો ડી જેનેરોઃ બ્રાઝિલથી રિયો ડી જેનેરોમાં એક ગોળીબારીની ઘટનામાં પોલીસકર્મી સહિત 25 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. શહેરના જકારેજિન્હો વિસ્તારમાં ઝુપડપટ્ટી-વસ્તીમાં એક પોલીસ ઓપરેશન દરમિયાન આ ઘટના બની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિવિલ પોલીસ અનુસાર વધતા અપરાધનો સામનો કરવા માટે 200થી વધુ પોલીસકર્મીઓએ ઓપરેશન શરૂ કર્યુ હતુ. ઓ ગ્લોબો અખબારનું કહેવું છે કે મેટ્રો ટ્રેનમાં બે યાત્રીકોને ગાળી વાગી છે જે ઈજાગ્રસ્ત છે. 


સિવિલ પોલીસે પુષ્ટિ કરી છે કે તેમના એક ઇન્સ્પેક્ટર આંદ્રે લિયોનાર્ડો દી મેલો ફ્રાયસનું મોત થયુ છે. 


ફેસબુક પર એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, તેમણે આ પ્રોફેશનને ગૌરવ અપાવ્યું જેને તે પ્રેમ કરતા હતા અને હંમેશા માટે યાદ કરવામાં આવશે. 


હવે એક ડોઝમાં કોરોનાનો ખાતમો, સ્પુતનિક લાઇટ કોરોના વેક્સિનને રશિયાએ આપી મંજૂરી  


રિયો ડી જેનેરા બ્રાઝિલના સૌથી હિંસક રાજ્યોમાંથી એક છે અને તેના પર મોટાભાગનો કબજો ગુનેગારોના નિયંત્રણમાં છે, જેમાંથી ઘણા લોકો શક્તિશાળી નશા તસ્કર ગેંગ્સ સાથે જોડાયેલા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube