વોશિંગટનઃ અમેરિકામાં એક મોટી દુર્ઘટના જોવા મળી છે. અહીં ટેક્સાસ રાજ્યના સૈન એન્ટોનિયોમાં સોમવારે એક ટ્રેક્ટર-ટ્રેલરની અંદર ઓછામાં ઓછા 46 લોકોની લાશ મળી છે. કાયદાના અમલીકરણ અધિકારીઓએ ઘટનાની પુષ્ટિ કરી છે. સૈન એન્ટોનિયોની KSAT ચેનલે જણાવ્યું કે આ ટ્રક શહેરના દક્ષિણ તરફ બહારના વિસ્તારના અંતરિયાળ રેલવે ટ્રેકની પાસે મળ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ સૈન એન્ટોનિયોની પોલીસે હજુ તેના પર કોઈ ટિપ્પણી કરી નથી. KSAT ના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવેલી તસવીરોમાં પોલીસની ગાડીઓ અને એન્બ્યુલન્સ એક મોટા ટ્રકની ચારેતરફ દેખાઈ રહી છે. આ ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસવાનો મામલો માનવામાં આવી રહ્યો છે, કારણ કે આ ટ્રક મળ્યો છે તે અમેરિકા અને મેક્સિકો સરહદ 250 કિલોમીટર છે. 


સિટી કાઉન્સિલના પ્રમુખ એડ્રિયાના રોચા ગાર્સિયા પ્રમાણે ટ્રકમાં મૃત મળેલા લોકો પ્રવાસી છે. તેમણે જણાવ્યું કે સૈન એન્ટોનિયો પોલીસ પ્રમુખે તેમને આ વાતની જાણકારી આપી છે. સીએનએન પ્રમાણે રોચા ગાર્સિયા સૈન એન્ટોનિયાના ડિસ્ટ્રિક્ટ-4નું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે સોમવારે રાત્રે જણાવ્યું કે 16 અન્ય લોકોને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. ત્રણ પ્રવાસીઓને મેથોડિસ્ટ મેટ્રોપોલિયન હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં તેની સ્થિતિ સ્થિર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube