Afghanistan: પંજશીરમાં ઘમાસાણ, 600 તાલિબાનીઓના ખાતમાનો દાવો
અફઘાનિસ્તાન (Afghanistan) ની રાજધાની કાબુલની ઉત્તરમાં આવેલી પંજશીર ઘાટીમાં વિદ્રોહી જૂથ અને તાલિબાન વચ્ચે ખૂની જંગ સતત ચાલુ છે. વિદ્રોહી જૂથે દાવો કર્યો છે કે તેણે લગભગ 600 તાલિબાનીઓને માર્યા છે.
કાબુલ: અફઘાનિસ્તાન (Afghanistan) ની રાજધાની કાબુલની ઉત્તરમાં આવેલી પંજશીર ઘાટીમાં વિદ્રોહી જૂથ અને તાલિબાન વચ્ચે ખૂની જંગ સતત ચાલુ છે. વિદ્રોહી જૂથે દાવો કર્યો છે કે તેણે લગભગ 600 તાલિબાનીઓને માર્યા છે. આ ઉપરાંત 1000 જેટલા તાલિબાનીઓને પકડી લીધા છે. જેમાંથી અનેકે સરન્ડર કર્યું છે. સ્પૂતનિક ન્યૂઝના રિપોર્ટ મુજબ આ દાવો વિરોધી જૂથના પ્રવક્તા ફહીમ દશતીએ ટ્વીટ કરીને કર્યો છે. અત્રે જણાવવાનું કે છેલ્લા કેટલાક દિવસથી અહીં લડાઈ ચાલી રહી છે. શનિવારે તાલિબાને આ વિસ્તાર પર કબજાનો દાવો કર્યો હતો. પરંતુ ત્યારબાદ પંજશીરના યોદ્ધાઓ (નેશનલ રેઝિસ્ટન્સ ફોર્સ)ના એક નેતા અમરુલ્લા સાલેહે આ દાવાને ફગાવ્યો હતો.
પંજશીર એકમાત્ર વિસ્તાર છે જે તાલિબાનના હાથમાં આવ્યો નથી. પંજશીરના ફાઈટર્સનું નેતૃત્વ પૂર્વ અફઘાન ગોરિલા કમાન્ડર અહેમદ શાહ મસૂદના પુત્ર અહેમદ મસૂદ અને અમરુલ્લાહ સાલેહ કરે છે. તાલિબાને શુક્રવારે એક પ્રોપગેન્ડા રચ્યો અને પંજશીર ઘાટી જીતવાનો દાવો કર્યો હતો. પરંતુ થોડીવાર બાદ પંજશીરમાં તાલિબાન વિરુદ્ધ યુદ્ધ લડી રહેલા અમરુલ્લાહ સાલેહે એક વીડિયો બહાર પાડીને તાલિબાનના દાવાને ફગાવ્યો હતો. હવે સવાલ એ છે કે શું પંજશીરમાં દર વખતે હારનારું તાલિબાન દુષ્પ્રચારનો સહારો લઈ રહ્યું છે?
તાલિબાને ચલી આ ચાલ
પંજશીરની જંગમાં કોની જીત થશે તે તો ખબર નથી પરંતુ તાલિબાન નોર્ધર્ન અલાયન્સના મનોબળને નબળું કરવા માંગે છે. એક બાજુ તાલિબાનનો દાવો છે કે પંજશીરના 4 જિલ્લા પર તાલિબાનનો કબજો છે જ્યારે નોર્ધર્ન અલાયન્સ તરફથી પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહનો દાવો છે કે પંજશીર પર તાલિબાનનો કબજાનો દાવો સાવ ખોટો છે.
અત્રે જણાવવાનું કે વર્ષ 1996થી લઈને 2001 વચ્ચે જ્યારે તાલિબાનનું અફગાનિસ્તાન પર રાજ હતું ત્યારે પણ તે આ ઘાટી પર કબજો જમાવી શક્યું નહતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube