પાકિસ્તાનમાં પેટ્રોલ કરતાં મોંઘું થયું દૂધ, ભાવ જાણીને તમે રહી જશો ચકિત...
પાકિસ્તાનમાં બે દિવસ પહેલા પેટ્રોલનો ભાવ એક લીટરના રૂ.113 અને ડીઝલ રૂ.91 પ્રતિ લીટર વેચાતું હતું. મોહર્રમના પ્રસંગે દેશના સૌથી મોટા શહેર કરાચી અને સિંધ પ્રાંતમાં દૂધ રૂ.140ના ભાવે વેચાયું હતું.
કરાચીઃ પાકિસ્તાનના મોટાભાગના શહેરોમાં દૂધના ભાવ આસમાને પહોંચી ગયા છે. પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ્સ અનુસાર દૂધનો ભાવ કરાચી અને સિંધ પ્રાન્તમાં પ્રતિ લીટર રૂ.140 થઈ ગયો છે. ટૂંકમાં, પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલ કરતાં પણ દૂધ મોંઘું થઈ ગયું છે.
પાકિસ્તાનમાં બે દિવસ પહેલા પેટ્રોલનો ભાવ એક લીટરના રૂ.113 અને ડીઝલ રૂ.91 પ્રતિ લીટર વેચાતું હતું. મોહર્રમના પ્રસંગે દેશના સૌથી મોટા શહેર કરાચી અને સિંધ પ્રાંતમાં દૂધ રૂ.140ના ભાવે વેચાયું હતું. મોહર્રમ નિમિત્તે લોકોમાં દૂધનું શરબત અને ખીર વહેંચવા માટે દૂધની માગ વધી જતી હોય છે, જેનો દૂધ માફિયાઓ ભરપૂર ફાયદો ઉઠાવે છે.
પાકિસ્તાનના અખબારોમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર દૂધના ભાવને નિયંત્રણમાં રાખવાની જવાદારી કરાચીના કમિશનર ઈફ્તિખાર શલવાનીની છે. જોકે, તેમણે આ લૂંટફાટ સામે કોઈ પણ પગલાં લીધાં ન હતા. આશ્ચર્યજનક રીતે કમિશનર ઓફિસ દ્વારા દૂધનો આધિકારિક ભાવ પ્રતિ લીટર રૂ.94 જાહેર કરાયો હતો.
મોહર્રમમાં દર વર્ષે લોકોમાં શરબદ વહેંચવા માટે સબીલ બનાવતા એક નાગરિકે જણાવ્યું કે, તેણે પોતાના જીવનમાં દૂધનો આટલો ઊંચો ભાવ ક્યારેય જોયો નથી.
જુઓ LIVE TV....