પોખરણ પરિક્ષણ સમયે એક માત્ર દેશ જેણે ભારતને કર્યું હતું સમર્થન, વાજપેયીને ગણાવ્યા ‘સાચા મિત્ર’
ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ પણ પૂર્વ પ્રધાનમંત્રી વાજપેયીને ઇઝરાયલના સાચા મિત્ર ગણાવી દુખ વ્યક્ત કર્યું હતું.
યરૂશલમ: ઇઝરાયલના વિદેશ મંત્રાલયે ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહાપી બાજપેયીના નિઘન પર દુખ વ્યક્ત કરાતા વાજપેયીને ‘ઇઝરાયલના એક સાચા મિત્ર’ ગણાવ્યા હતા. ઇઝરાયલના વિદેશ મંત્રાલયે તેમના અઘિકારીર ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું કે, ‘ભારતના પૂર્વ પ્રધાનમંત્રી વાજપેયીના નિધન પર અમે ભારત સરકાર અને તેના લોકો પ્રતિ દુખ વ્યક્ત કરીએ છે, વાજપેયીને હંમેશા ઇઝરાયલના એક સાચા મિત્ર તરીકે યાદ કરાશે.
ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ પણ બાજપેયીને ‘ઇઝરાયલના એક સાચા મિત્ર’ ગણાવી સંવેદના દર્શાવી હતી. ભારતના અને ઇઝરાયલ વચ્ચે રાજનૈતિક સંબંઘ 1992માં પીવીનરસિંહ રાવની સરકારના સમયે સ્થપિત થયા હતા. પરંતુ વાજપેયી સરકાર સમયે આ સંબંધ આગળ વધ્યા હતા. અને એ સ્તર સુધી પહોચ્યા કે ઇઝરાયલને ભારતના સૌથી નજીકના સાથી તરીકે જોવા લાગ્યા હતા. બેન્જામિન નેતન્યાહુએ હાલમાંજ કેરળમાં આવેલા પૂરમાં મૃત્યુ પામેલા લોકોના પરિવાર પ્રત્યે પણ દુખ વ્યક્ત કર્યું હતું. અને કહ્યું કે ઇઝરાયલ આવતી આપત્તીઓ સામે ભારતની સાથે છે.
1998માં ઇઝરાયલ જ એક માત્ર એવો દેશ હતો. જેણે ભારત ભારતનો સાથ આપ્યો હતો.
1998માં અટલ બિહારી વાજપેયીએ પ્રધાનમંત્રી હતા. ત્યારે બીજી વાર પરમાણુ પરીક્ષણ કર્યું હતું. આ પરમાણુ પરીક્ષણથી દુનિયાના મોટા ભાગના દેશોએ ભારત પર લાલ આંખ કરી હતી. અમેરિકા સહિત મોટાભાગના દેશોએ ભારત પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તે સમયે ઇઝરાયલ સમગ્ર દુનિયામાં એક માત્ર દેશ હતો જેણે ભારતને સમર્થન કર્યું હતું.
કારગિલ વોર સમયે પણ કરી હતી મદદ
કારગિલ વોર સમયે ભારત માટે ઇઝરાયલે સોથી ઝડપી મદદ મોકલી હતી. મહત્વપૂર્ણ ચીજ વસ્તુઓ ઇઝરાયલ દ્વારા મોકલવામાં આવી હતી. વાજપેયી સરકારના સમયમાં ગૃહમંત્રી લાલ કૃ્ષ્ણ અડવાણીએ વિદેશમંત્રી જસવંત સિંહ પર ઇઝરાયલની યાત્રા પર ગયા હતા. ઇઝરાયલના પૂર્વ પ્રધાનમંત્રી એરિયલ શોરોન પણ 2003માં ભારતની યાત્રા પર આવ્યા હતા. આ કોઇ ઇઝરાયલી પ્રધાનમંત્રીની પ્રથમ ભારત યાત્રા હતી.
Input : PTI