`જીવિત નાસ્ત્રેદમસ` ની કિંગ ચાર્લ્સ-મસ્ક વિશેની ભવિષ્યવાણીઓ સાચી પડી, હવે જાણો ભારત વિશે શું કહ્યું?
જીવિત નાસ્ત્રેદેમસના નામથી દુનિયામાં પ્રખ્યાત ચર્ચિત ભવિષ્યવક્તા એથોસ સેલોમેએ વર્ષ 2024 અંગે અનેક ડરામણી ભવિષ્યવાણીઓ કરી છે. આ વખતે તેમણે ભારત અંગે એક દાવો કર્યો છે.
જીવિત નાસ્ત્રેદેમસના નામથી દુનિયામાં પ્રખ્યાત ચર્ચિત ભવિષ્યવક્તા એથોસ સેલોમેએ વર્ષ 2024 અંગે અનેક ડરામણી ભવિષ્યવાણીઓ કરી છે. જેમાં રશિયા અને ચીન વચ્ચે યુદ્ધ થઈ શકે છે જે ત્રીજુ યુદ્ધ બની જશે. વિશ્વ શક્તિ કહેવાતું અમેરિકા આખુ વર્ષ પાણી અને આગ વચ્ચે ઝોલા ખાતું રહેશે. બ્રાઝીલના આ ભવિષ્યવક્તાએ ભૂતકાળમાં પણ અનેક એવી મહત્વપૂર્ણ વાતો કરી હતી જે આશ્ચર્યજનક રીતે સાચી પડી. જેમાં કિંગ ચાર્લ્સની બીમારી વિશે પણ વાત કરી હતી. તેમણે કિંગના રાજ્યાભિષેકના સમયે કહ્યું હતું કે કિંગ ચાર્લ્સે પોતાના સ્વાસ્થ્ય પર ખુબ ધ્યાન આપવાની જરૂર છે. આ ઉપરાંત તેમણે એલન મસ્કના ટ્વિટર અધિગ્રહણ કરવાની પણ ભવિષ્યવાણી કરી હતી. આ વખતે તેમણે ભારત અંગે એક દાવો કર્યો છે.
'ધ લિવિંગ નાસ્ત્રેદેમસ' એથોસ સેલોમેએ 2024 માટે કેટલીક ભવિષ્યવાણીઓ કરી છે. બ્રાઝીલના એથોસ સેલોમેએ કથિત રીતે ભૂતકાળમાં જે ભવિષ્યવાણીઓ કરી હતી તેમાં કોવિડ મહામારી, ફીફા વિશ્વકપ ફાઈનલ, રશિયાનું યુક્રેન પર આક્રમણ અને બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયના મૃત્યુની ભવિષ્યવાણીઓ સામેલ છે.
2024માં એલિયન્સ આવશે
સેલૌમેનું અનુમાન છે કે 2024 એક સંપૂર્ણ રીતે પરિવર્તનકારી વર્ષ હશે. જેમાં એઆઈ ક્ષેત્રમાં ભારે પ્રગતિ જોવા મળશે. તેમનો દાવો ચ ેકે એઆઈ મશીનના નેતૃત્વમાં દુનિયામાં નવો વિદ્રોહ પણ થઈ શકે છે. સ્વઘોષિત ભવિષ્યવક્તાએ દાવો કર્યો છે કે માણસ વર્ષ 2024માં એલિયન્સ સાથે સંપર્ક કરવામાં સક્ષમ હશે પરંતુ આ એક ભયાનક આક્રમણ નહીં હોય. તેમનું કહેવું છે કે મનુષ્ય અને એલિયન્સ દૂરબીનોના નેટવર્ક દ્વારા પરસ્પર સંચાર વિક્સિત કરશે.
રશિયા અને ચીન વચ્ચે યુદ્ધ
37 વર્ષના આ ભવિષ્યવક્તાએ એવી પણ ભવિષ્યવાણી કરી છે કે સમૃદ્ધ સામગ્રીઓથી ભરપૂર એસ્ટેરોઈડ પૃથ્વી પર આવી રહ્યો છે અને આગામી વર્ષે સુરક્ષિત રીતે ઉતરશે જેનાથી નવી અંતરિક્ષ રેસ શરૂ થશે. 'જીવિત નાસ્ત્રેદેમસે' એવો પણ દાવો કર્યો છે કે દક્ષિણ ચીન સાગરની ઘટનાઓ કે કોઈ મોટા સાઈબર હુમલાથી ત્રીજા વિશ્વયુદ્ધ જેવી સ્થિતિ પણ પેદા થઈ શકે છે. તેમણે એવી પણ ભવિષ્યવાણી કરી કે રશિયા અને ચીન વચ્ચેનું યુદ્ધ ત્રીજા વિશ્વ યુદ્ધમાં ફેરવાઈ જશે.
કુદરતી આફતો પર ચેતવણી
સેલોમે વૈશ્વિક તબાહીની પણ ચેતવણી ઉચ્ચારી છે. જેમ કે કુદરતી આફતો આવી શકે છે જે દુનિયાભરમાં તબાહી મચાવી શકે છે. અમેરિકાની વાત કરીએ તો તેમનો દાવો છે કે વિશ્વશક્તિવાળો આ દેશ આખું વર્ષ પાણી અને આગ સામે ઝઝૂમશે.
ભારત વિશે દાવો
એથોસ સેલોમેએ (Athos Salome) એ ભારત વિશે જે ભવિષ્યવાણી કરી છે તે જાણવા જેવી છે. તેમનો દાવો છે કે વર્ષ 2024માં ભારત ઉલ્લેખનીય રીતે પ્રગતિ કરશે. તેમણે ભારતને 'દુનિયાનો ટાઈગર' ગણાવ્યું છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube