`જીવિત નાસ્ત્રેદેમસ`ની વર્ષ 2024 માટે ચોંકાવનારી ભવિષ્યવાણી, ઘટશે આ 4 અત્યંત ભયાનક ઘટનાઓ!
જીવતા નાસ્ત્રેદેમસના નામથી પ્રખ્યાત બ્રાઝિલના એથોસ સલોમે વર્ષ 2024 માટે કેટલીક ચોંકાવનારી ભવિષ્યવાણીઓ કરી છે. તેમનો દાવો છે કે આ વર્ષ આપણે માણસો એલિયન્સનો સંપર્ક કરી શકીશું. જો તે તેમણે આ સાથે ચેતવણી પણ ઉચ્ચારી છે. જાણો વિગતવાર....
એવું કહેવાય છે કે ભવિષ્ય કોઈ જોઈ શકે નહીં, પણ કેટલાક લોકોએ એ વાતને કઈક હદે ખોટી પણ સાબિત કરી છે. તમે નાસ્ત્રેદેમસનું નામ તો સાંભળ્યું જ હશે જેઓ ફ્રાન્સના જાણીતા ભવિષ્યવક્તા માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તેમણે સેંકડો વર્ષ પહેલા જે ભવિષ્યવાણીઓ કરી હતી તે આજે પણ એકદમ સટિક સાબિત થઈ રહી છે. આ જ કારણ છે કે તેમની ભવિષ્યવાણીઓને નજરઅંદાજ કરવામાં નથી આવતી. આવા જ એક ભવિષ્યવક્તા છે એથોસ સલોમે, જેમને જીવતા નાસ્ત્રેદેમસ કહેવામાં આવે છે. કારણ કે તેમના દ્વારા કરાયેલી ભવિષ્યવાણીઓ પણ મોટાભાગે સાચી પડતી હોય છે. હવે એથોસે આ વર્ષ એટલે કે 2024 માટે કેટલીક ચોંકાવનારી ભવિષ્યવાણીઓ કરી છે.
બ્રાઝિલમાં રહેતા એથોસ પહેલા કોવિડ-19, બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયના મોત અને વર્લ્ડ કપ ફાઈનલના પરિણામ વિશે ભવિષ્યવાણી કરી ચૂક્યા છે. જે સાચી સાબિત થઈ હતી. હવે તેમણે ભવિષ્યવાણી કરી છે કે આ વર્ષ પણ આપણા માટે ખુબ વ્યસ્ત સાબિત થશે. જેમાં એલિયન્સ અને રોબોટ્સની ભારે હાજરી રહેશે.
એલિયન્સ સાથે સંપર્ક
એથોસે ધ સનને જણાવ્યું કે 2024માં એવું બની શકે છે કે જ્યારે માણસ આખરે એલિયન્સનો સંપર્ક કરશે, જેને તેમણે 'ખરાબ સમય' ગણાવ્યો છે. જો કે તેઓ એ પણ કહે છે કે એલિયન્સ પોતાના અંતરિક્ષ યાનોમાં આવીને આપણા પર હુમલો નહીં કરે પરંતુ માણસ તેમની સાથે 'દૂરબીનોના એક નેટવર્ક દ્વારા ઈન્ટરસેપ્ટ કરાયેલા એ્ક્રિપ્ટેડ સિગ્નલ'ના માધ્યમથી સંપર્ક કરશે. આ ઉપરાંત તેમણે એવી પણ ભવિષ્યવાણી કરી છે કે સમૃદ્ધ સામગ્રીઓથી ભરપૂર એક એસ્ટેરોઈડ આપણી તરફ આવી રહ્યો છે અને 2024માં તે ધરતીના કોઈ પોઈન્ટ પર સુરક્ષિત રીતે ઉતરશે. જો કે એસ્ટેરોઈડની લેન્ડિંગ વૈશ્વિક મહાશક્તિઓ વચ્ચે એક નાની મોટી જંગ જરૂરી છેડી દેશે કે કોણ તેના રહસ્યોને ઉકેલશે.
રોબોટ બનાવશે પોતાની ભાષા
એથોસે એવી પણ ભવિષ્યવાણી કરી છે કે આ વર્ષે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આત્મ જાગૃતતા મેળવશે. જેનો અર્થ એ થયો કે તેને કામ કરવા માટે હવે માણસોના ઈનપુટની જરૂર પડશે નહીં. તેમનો દાવો છે કે રોબોટ પછી પોતાની ભાષા બનાવશે જેને આપણે માણસો પણ સમજી નહીં શકીએ. આવામાં માણસો માટે રોબોટ્સ જોખમ બની જશે.
વર્લ્ડ વોર 3
એથોસે ચેતવણી આપી છે કે આ વર્ષે તૃતીય વિશ્વ યુદ્ધ પણ છેડાઈ શકે છે. જો કે તેમનું કહેવું છે કે હાલ ચાલી રહેલા કોઈ પણ સંઘર્ષથી તે શરૂ થશે નહીં જેમ કે યુક્રેન-રશિયા વોર. પણ સાઈબર હુમલા કે 'દક્ષિણ ચીન સાગરમાં એક ઘટના' બાદ વર્લ્ડ વોર 3 અચાનક શરૂ થઈ જશે.
વૈશ્વિક આફત
જીવિત નાસ્ત્રેદેમસે દુનિયાભરમાં કુદરતી આફતોની એક હારમાળાની પણ ભવિષ્યવાણી કરી છે. તેમણે લોકોને ચેતવ્યા છે કે તેઓ બેદરકાર ન રહે. કારણ કે પ્રકૃતિ પાસે આપણને બધાને ચકમો આપવાનો એક તરીકો છે. તેમનો દાવો છે કે જે આફતોનો આપણે સામનો કરવો પડશે તેમાં મધ્ય પૂર્વ અને આફ્રિકામાં દુષ્કાળ, અમેરિકામાં આગ, મેક્સિકોની ખાડીમાં તોફાન, અને ઉષ્ણકટિબંધીય તોફાન સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube