Atrocity in Pakistan against hindu: પાકિસ્તાનમાં હિન્દુ મહિલાઓ સાથે જબરદસ્તી કરવાનો સિલસિલો સતત ચાલુ છે. પાકિસ્તાનથી એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. જેમાં અપહરણ કરવામાં નિષ્ફળ ગયેલા અપરાધીએ હિન્દુ છોકરીની જાહેરમાં હત્યા કરી નાખી. રિપોર્ટ મુજબ પાકિસ્તાનના દક્ષિણી સિંધ પ્રાંતમાં 18 વર્ષની એક હિન્દુ છોકરીના અપહરણમાં નિષ્ફળતા મળતા તેની હત્યા કરી દેવાઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોમવારે મીડિયામાં આવેલા એક ખબરમાં આ જાણકારી અપાઈ છે. અખબાર ફ્રાઈડે ટાઈમ્સે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે સિંધ પ્રાંતના સુક્કુરના રોહીમાં પૂજા ઓડ નામની હિન્દુ છોકરીની જાહેરમાં હત્યા કરવામાં આવી. પૂજા ઓડે જ્યારે અપહરણનો વિરોધ કર્યો તો અપહરણકારોએ બધાની સામે જ તેને જાહેરમાં ગોળી મારી દીધી. પાકિસ્તાનમાં આ પ્રકારની ઘટના કોઈ નવી ઘટના નથી. પાકિસ્તાનમાં હિન્દુ છોકરીઓ પર જુલ્મનો સિલસિલો સતત ચાલુ છે. સુક્કુર જિલ્લાના એસપીએ જણાવ્યું કે પૂજાની હત્યાના મુખ્ય આરોપી વાહિદ બખ્શ લશારીની ધરપકડ કરી લેવાઈ છે. લશારી પાસેથી હથિયાર પણ પોલીસે જપ્ત કર્યું છે. એસપીએ જણાવ્યું કે આરોપી વાહિદ પૂજા સાથે લગ્ન કરવા માટે તેનું અપહરણ કરવા માંગતો હતો. 


અલ્પસંખ્યક મહિલાઓનું સતત ધર્મ પરિવર્તન
ખબરમાં કહેવાયું છે કે પ્રત્યેક વર્ષ અલ્પસંખ્યક સમુદાયોની મહિલાઓનું ખાસ કરીને સિંધમાં અપહરણ કરવામાં આવે છે અને ધાર્મિક ચરમપંથીઓ તેમનું જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાવે છે. પાકિસ્તાનના લઘુમતી સમુદાયના લોકો લાંબા સમયથી જબરદસ્તીથી વિવાહ અને ધર્માંતરણનો સામનો કરી રહ્યા છે. પાકિસ્તાની પત્રકાર નાઈલા ઈનાયતે પૂજા કુમારી અને તેના હત્યારાની તસવીર ટ્વિટર પર શેર કરતા લખ્યું છે કે પાકિસ્તાન નામની આ પાક જમીન પર દરરોજ હિન્દુ અને ખ્રિસ્તિ દીકરીઓનું અપહરણ કરાય છે,  જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાવીને તેમના લગ્ન કરાવી દેવાય છે અને પાકિસ્તાન આ બધુ તમાશાબીન બનીને જોયા કરે છે. સિંધના સુક્કુરમાં અપહરણ અને ધર્માંતરણનો વિરોધ કરનારી 18 વર્ષની પૂજા કુમારી ગોડની વાહિદ લશારીએ ગોળી મારીની હત્યા કરી નાખી. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube