Pakistan માં 100 વર્ષ જૂના હિન્દુ મંદિર પર હુમલો, હોળીના રંગમાં પડ્યો ભંગ
પાકિસ્તાનમાં 10 વર્ષ જૂના હિન્દુ મંદિર પર હુમલો કરવામાં આવ્યો છે. અહીં મંદિરના રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. હુમલાને કારણે મંદિરમાં હોળીનું આયોજન રદ્દ કરી દેવામાં આવ્યું છે.
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના રાવલપિંડી શહેરમાં 100 વર્ષ કરતા એક જૂના હિન્દુ મંદિર પર હુમલો કરવામાં આવ્યો છે. આ મંદિરનું સમારકામ ચાલી રહ્યું છે. ફરિયાદ અનુસાર પાકિસ્તાનના ઇસ્લામાબાદના જૂના કિલા વિસ્તારમાં શનિવારે સાંજે 10થી 15 લોકોના ટોળાએ મંદિર પર હુમલો કર્યો અને ઉપરના માળના મુખ્ય દ્વાર તથા એક અન્ય દરવાજાની સાથે સીડીઓ તોડી નાખી હતી.
શું બોલ્યા સુરક્ષા અધિકારી
ડોન સમાચાર પત્રના અહેવાલ અનુસાર ઇવૈક્યૂઈ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ (ETPB) ઉતરી ઝોનના સિક્યોરિટી ઓફિસર સૈયદ રઝા અબ્બાસ જૈદીએ રાવલપિંડીના બન્ની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદમાં જણાવ્યું કે છેલ્લા એક મહિનાથી મંદિરના નિર્માણ અને રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. તેમણે કહ્યું કે, મંદિરની સામે અતિક્રમણ કરવામાં આવ્યું હતું, જેને 24 માર્ચે હટાવી દેવામાં આવ્યું. મંદિરમાં ધાર્મિક ગતિવિધિઓ બંધ હતી અને ન ત્યાં પૂજા માટે કોઈ મૂર્તિ રાખવામાં આવી છે.
આ પણ વાંચોઃ આખરે ક્યાંથી પેદા થઈને કેવી રીતે ફેલાયો આ કોરોના વાયરસ? લીક થયેલા રિપોર્ટથી થયો ખુલાસો
કડક કાર્યવાહીની માંગ
સિક્યોરિટી ઓફિસર સૈયદ રઝા અબ્બાસ જૈદીએ મંદિર અને તેની પવિત્રતાને નુકસાન પહોંચાડનાર લોકો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ પહેલા અતિક્રમણ કરનાર લોકોએ મંદિરની આસપાસ દુકાનો અને લારીઓ લગાવી કબજો કરી લીધો હતો. જિલ્લા તંત્રએ પોલીસની મદદથી હાલમાં આ અતિક્રમણ હટાવી લીધું. મંદિરને અતિક્રમણ મુક્ત કરાવ્યા બાદ ત્યાં રિનોવેશન કામ શરૂ થયું હતું.
હોળીના રંગમાં ભંગ
આ વચ્ચે મંદિર પ્રશાસન ઓમ પ્રકાશે ઘટનાની પુષ્ટિ કરતા કહ્યુ કે, સૂચના મળતા રાવલપિંડી પોલીસ સ્થળ પર પહોંચી અને સ્થિતિ કાબુમાં છે. ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂનના અહેવાલ અનુસાર પ્રકાશે કહ્યુ કે, પોલીસ મંદિરની સાથે-સાથે તેમના ઘરની બહાર પણ તૈનાત છે. તેમણે કહ્યું કે, મંદિરમાં હોળીનો જશ્ન મનાવવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube