ગુજરાતમાં શતાબ્ધી મહોત્સવ સમયે જ ઓસ્ટ્રેલિયામાં સ્વામીનારાયણ મંદિર પર હુમલો, ખાલિસ્તાન સમર્થકો પર આશંકા
BAPS Swaminarayan Mandir: સ્વામિનારાયણ મંદિરે કહ્યું, `અમે આ બર્બરતા અને નફરતથી ભરેલા હુમલાઓથી ખૂબ જ દુઃખી અને આઘાતમાં છીએ. અમે શાંતિ અને સંવાદિતા માટે પ્રાર્થના કરીએ છીએ.
મેલબોર્નઃ BAPS Swaminarayan Mandir: ઓસ્ટ્રેલિયા ટુડેના સમાચાર મુજબ, ખાલિસ્તાન સમર્થકોએ મેલબોર્નમાં એક હિન્દુ મંદિર પર હુમલો કર્યો છે. ખાલિસ્તાન સમર્થકોએ મંદિરની દિવાલો પર ભારત વિરોધી ચિત્રો બનાવ્યા છે. મેલબોર્નમાં જે મંદિર પર હુમલો થયો છે તેનું નામ BAPS સ્વામિનારાયણ મંદિર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મેલબોર્નના મિલ પાર્કમાં આવેલા મુખ્ય હિંદુ મંદિરોમાંના એક સ્વામિનારાયણ મંદિરની દિવાલો પર "હિન્દુસ્તાન મુર્દાબાદ" ના નારા લખવામાં આવ્યા હતા.
આ હુમલાની નિંદા કરતા બીએપીએસ સ્વામીનારાયણ મંદિરે કહ્યું છે કે, અમે આ બર્બરતા અને ધૃણાથી ભરેલા હુમલાથી ખૂબ જ દુ:ખી અને સ્તબ્ધ છીએ. અમે શાંતિ અને સદ્ભાવ માટે પ્રાર્થના કરીએ છીએ અને ટૂંક સમયમાં વિસ્તૃત નિવેદન જાહેર કરશે. તેની સાથે જ રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે, ખાલિસ્તાન ગ્રુપના એક ભારતીય આતંકવાદી જરનૈલ સિંહ ભિંડરાવાલે પણ વખાણ કર્યા હતા. આપને જણાવી દઈએ કે, ભિંડરાવાલે ખાલિસ્તાની સિખ રાજ્યના વ્યાપક સમર્થક રહ્યા છે. જે ઓપરેશન બ્લૂ સ્ટાર દરમિયાન માર્યો ગયો હતો.
તમારા પાપે બન્યા કંગાળ: ભાગલા સમયે ભારતે આટલી સંપત્તિમાં આપ્યો હતો ઉદાર હાથે હિસ્સો
આ સાથે મંદિરની દિવાલો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ મેસેજ લખવામાં આવ્યા હતા. આ ઘટનાથી ઘણા ભારતીય અને શીખ નેતાઓ વ્યથિત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube