ન્યૂયોર્કઃ હજારો કિલોમીટર પરિવારથી દૂર ભણવા માટે જતા છાત્રો માટે એ નવી મુસિબત સામે આવી છે. આ પહેલાં પણ અમેરિકામાં ઘણા ભારતીય વિદ્યાર્થીઓને નિશાન બનાવવામાં આવ્યા છે. પર્ડ્યું યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ભારતીય મૂળના વિદ્યાર્થી નીલ આચાર્ય મૃત હાલતમાં મળી આવ્યા બાદ શ્રેયસ રેડ્ડીની પણ હત્યા કરવામાં આવી છે. અમેરિકાના જ્યોર્જિયામાં રહેતા વિવેક સૈનીની પણ હત્યા કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકામાં આ દિવસોમાં ભારતીય વિદ્યાર્થીઓ સુરક્ષિત નથી. અહીં દરરોજ ભારતીય વિદ્યાર્થીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. અમેરિકામાં ભારતીય મૂળના 23 વર્ષના વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. જો જોવામાં આવે તો આ વર્ષની આ 5મી ઘટના છે. વોરેન કાઉન્ટી કોરોનર ઓફિસે એક નિવેદનમાં પુષ્ટિ કરી છે કે ઇન્ડિયાનાની પર્ડ્યું યુનિવર્સિટીમાં ડોક્ટરલ વિદ્યાર્થી સમીર કામતનો મૃતદેહ એક પાર્કમાંથી મળી આવ્યો હતો.


આ પણ વાંચોઃ કંપનીની ગજબની ઓફર! એક બાળક પેદા કરશો તો મળશે 62 લાખ રૂપિયા બોનસ


તપાસ અધિકારીઓએ જણાવ્યું કે મૃતદેહને તપાસ માટે મોકલી દેવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ બાદ ટૂંક સમયમાં રિપોર્ટ જાહેર કરવામાં આવશે. આ પહેલાં પણ અમેરિકામાં ઘણા ભારતીય વિદ્યાર્થીઓને નિશાન બનાવવામાં આવ્યા છે. પર્ડ્યું યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ભારતીય મૂળના વિદ્યાર્થી નીલ આચાર્ય મૃત હાલતમાં મળી આવ્યા બાદ શ્રેયસ રેડ્ડીની પણ હત્યા કરવામાં આવી છે. અમેરિકાના જ્યોર્જિયામાં રહેતા વિવેક સૈનીની પણ હત્યા કરવામાં આવી છે.


આ ઘટનાઓએ યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેતા 300,000 થી વધુ ભારતીય મૂળના વિદ્યાર્થીઓ ચિંતાનો વિષય છે. આ ઘટનાઓને કારણે ભારતીય સમુદાયના વિદ્યાર્થીઓને અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. તેમને માનસિક તણાવ અને એકલતા જેવી બાબતોમાં ધકેલવી. નિષ્ણાતોએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની માનસિક સ્વાસ્થ્યની ચિંતાઓને દૂર કરવા માટે જાગૃતિ અને સહાયક પ્રણાલી વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.