નવી દિલ્હી: પાકિસ્તાનમાં ઝી ન્યૂઝની આંતરરાષ્ટ્રીય ચેનલ  WIONના બ્યૂરો ચીફ તાહા સિદ્દીકીના અપહરણની કોશિશ કરવામાં આવી છે. તાહાએ અન્ય પત્રકારના ટ્વિટર એકાઉન્ટથી ટ્વિટ કરીને આ જાણકારી આપી. તાહા જ્યારે એરપોર્ટ તરફ જઈ રહ્યાં હતાં ત્યારે લગભગ 10થી 12 લોકોએ તેમનું અપહરણ કરવાની કોશિશ કરી. અત્રે જણાવવાનું કે હાલમાં જ તાહાએ કુલભૂષણ જાધવને મળવા પાકિસ્તાન ગયેલા જાધવના માતા અને પત્ની સાથે પાકિસ્તાની મીડિયાના ખરાબ વર્તન અંગે રિપોર્ટિંગ કર્યુ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના બાદ પાકિસ્તાનમાં પત્રકારોની સુરક્ષાને લઈને ફરી એકવાર સવાલો ઊભા થયા છે. તાહા આ અગાઉ ન્યૂયોર્ક ટાઈમ્સ અને ધ ગાર્ડિયન તથા ફ્રાન્સ 24 જેવી ઈન્ટરનેશનલ મીડિયા સંસ્થાનો માટે કામ કરી ચૂક્યા છે. 


તાહા દ્વારા કરવામાં આવેલ ટ્વિટ


તાહાએ ટ્વિટ કરીને કહ્યું, 'હું તાહા સિદ્દીકી  Cyrilsનું ટ્વિટર એકાઉન્ટ યૂઝ કરતા તમને કહેવા માંગુ છું કે જ્યારે હું સવારે લગભગ 8.20 વાગ્યે એરપોર્ટ તરફ જઈ રહ્યો હતો ત્યારે 10થી 12 હથિયારધારી લોકોએ મારી કેબને રોકીને જબરદસ્તીથી મારું અપહરણ કરવાની કોશિશ કરી. હું ભાગી છૂટવામાં સફળ રહ્યો. હવે સુરક્ષિત અને પોલીસની સાથે છું. તમને લોકોને ભલામણ છે કે યથાસંભવ મારી મદદ કરવાની કોશિશ કરો.'



અત્રે જણાવવાનું કે તાહાએ પાકિસ્તાનમાં જેલમાં કેદ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને મળવા ગયેલા માતા અને પત્ની સાથે પાકિસ્તાની મીડિયાના ખરાબ વર્તાવ અંગે રિપોર્ટિંગ કર્યુ હતું અને આ અંગે નારાજગી વ્યક્ત કરતા એક લેખ પણ લખ્યો હતો.