કરોડોમાં છે આ કબૂતરની કિંમત, ખાસયિત જાણીને રહી જશો દંગ
કબૂતર જોવામાં એકદમ સુંદર હોય છે, પરંતુ આ નોર્મલ દેખાતા કબૂતરોની કિંમતનો તમે અંદાજો પણ લગાવી શકશો નહી. આ ખૂબ મોંઘા હોય છે. આ સામાન્ય દેખાતા કબૂતર કોઇ સામાન્ય કબૂતર નથી.
નવી દિલ્હી: કબૂતર જોવામાં એકદમ સુંદર હોય છે, પરંતુ આ નોર્મલ દેખાતા કબૂતરોની કિંમતનો તમે અંદાજો પણ લગાવી શકશો નહી. આ ખૂબ મોંઘા હોય છે. આ સામાન્ય દેખાતા કબૂતર કોઇ સામાન્ય કબૂતર નથી. તાજેતરમાં થયેલી આ હરાજીમાં તેને 14 કરોડ રૂપિયાથી વધુ કિંમતમાં ખરીદવામાં આવ્યું છે. આ કબૂતરનું નામ છે 'ન્યૂ કિમ'. બેલ્ઝિયન પ્રજાતિનું આ કબૂતર 14.14 કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યું છે. જેને અમીર ચીનીએ બેલ્ઝિયમના હાલે સ્થિત પીપા પીઝન સેંટરમાં થયેલી હરાજી દરમિયાન ખરીદ્યું છે. આ કબૂતરને ખરીદવા માટે બે ચીની નાગરિકોએ બોલી લગાવી હતી. જોકે બંનેએ પોતાની ઓળખનો ખુલાસ કર્યો નથી. આ બંને ચીની નાગરિક સુપર ડુપર અને હિટમેનના નામથી બોલી લગાવી રહ્યા હતા.
બે ચીની નાગરિકે લગાવી બોલી
હિટમેનએ ન્યૂ કિમ માટે પહેલી બોલી લગાવ્યા બાદ સુપર ડુપરએ 1.9 મિલિયન યૂએસ ડોલર એટલે 14.14 કરોડ રૂપિયાની બોલી લગાવી આ કબૂતર પોતાના નામે કરી લીધા. કેટલાક લોકોનું એ પણ માનવું છે કે બંને ચીની નાગરિક જે બોલી લગાવી રહ્યા હતા તે એક જ હતું. કબૂતરોની હરાજીમાં તે પરિવારમાં સામેલ હતા જે કબૂતરોને રેસિંગ અને ફાસ્ટ ઉડવાની ટ્રેનિંગ આપતા હતા. આ ઓક્શનમાં 445 કબૂતર આવ્યા હતા. કબૂતરો અને અન્ય પક્ષીઓની હરાજી બાદ 52.15 કરોડ રૂપિયાની કમાણી થઇ.
ન્યૂ કિમ કબૂતરોની ખાસિયત
આ કબૂતરોની ખાસિયત એ છે કે તે ખૂબ ઝડપથી ઉડી શકે છે આ રેસિંગ કબૂત 15 વર્ષ સુધી જીવી શકે છે. આ રેસમાં ભાગ લે છે. આ કબૂતરો પર ઓનલાઇન સટ્ટા લાગે છે. આ કબૂતરો દ્વારા ચીન અને યૂરોપીય દેશના ધનિકો પોતાના પૈસા અનેક ગણા વધારે છે અને ગુમાવતા પણ નથી. યૂરોપ અને ચીનમાં અલગ-અલગ સ્તરની રેસનું આયોજન કરવામાં આવે છે. રેસમાં જીતથી મળનાર પૈસાને લોકોમાં વહેંચવામાં આવે છે જે તેના પર લગાવે છે. આ ઘોડાની રેસની માફક કહી શકીએ.
આ કબૂતર લગાવે છે હવામાનનો અંદાજ
તમને જણાવી દઇએ કે દ્વિતિય વિશ્વ યુદ્ધ દરમિયાન બેલ્ઝિયમ પાસે 2.50 લાખ રેસિંગ કબૂતરોની ફૌજ હતી. જે જરૂરી સૂચનાને પહોંચાડતા અને લાવતા હતા. આ ઉપરાંત આ કબૂતરોને લઇને એક ફેડરેશન બનાવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં લોકો સામેલ હતા. લગભગ 50 વર્ષ પહેલાં સુધી ફ્રાંસ અને સ્પેનમાં હવામાનની જાણકારી આપવા માટે પણ કબૂતર ટ્રેંડ કરવામાં આવતો હતો. આ દૂર દૂર સુધી ઉડાન ભરી હવામાનની જાણકારી લેતા હતા. જાણકારી તેમના પગમાં લગાવેલા ઉપકરણોમાં નોંધાતી હતી.