નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વ્યક્તિત્વ જ એવું છે કે કોઈ પણ વ્યક્તિ તેમનાથી પ્રભાવિત થયા વગર રહી શકે નહીં. આવું જ કઈક જાપાનની જી-20 સમિટમાં જોવા મળ્યું. જાપાનના ઓસાકામાં G20 સમિટ ચાલી રહી છે. આ દરમિયાન પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન વચ્ચે મુલાકાત થઈ. આ મુલાકાત અંગે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મોરિસને એક ટ્વીટ કરીને જણાવ્યું. જેમાં તેમણે પીએમ મોદીના વખાણ કરતા લખ્યું કે 'મોદી કેટલા સારા છે'.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને પોતાના અધિકૃત ટ્વીટર હેન્ડલથી એક તસવીર પોસ્ટ કરીને લખ્યું કે મોદી કેટલા સારા છે! આ તસવીરમાં તેઓ અને પીએમ મોદી એકસાથે હસતાં જોવા મળી રહ્યાં છે. તેમણે આ ટ્વીટ #G20OsakaSummit સાથે શેર કરી. અત્રે જણાવવાનું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ જી20 સમિટમાં ભાગ લેવા માટે જાપાનના ઓસાકામાં છે. 


G-20 સમિટનો આજે બીજો દિવસ છે. આજે આ સમિટમાં પર્યાવરણના મુદ્દા પર ફોકસ હશે. જેમાં જી-20 નેતાઓ 2050 સુધી દુનિયાના મહાનગરોમાં પ્લાસ્ટિકના કચરાના ડમ્પિંગને બંધ  કરવા માટે સહમત થાય તેવી આશા છે. આજે સવારે જળવાયુ પરિવર્તન પર બેઠક થવાની છે જેમાં વડાપ્રધાન મોદી સહિત દુનિયાના અન્ય મોટા નેતાઓ ભાગ લેશે. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...