Australia Government Big Decision: ઓસ્ટ્રેલિયાની સરકારે ઈઝરાયેલને મોટો ઝટકો આપ્યો છે. ઓસ્ટ્રેલિયાનો આ નિર્ણય અત્યંત ચોંકાવનારો છે. વાત જાણે એમ છે કે ઓસ્ટ્રેલિયાએ મંગળવારે ગત સરકાર તરફથી પશ્ચિમ જેરુસેલમને ઈઝરાયેલની રાજધાની તરીકે માનયતા આપવાનો નિર્ણય પલટી નાખ્યો છે. સરકારનું કહેવું છે કે આ મુદ્દાને ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે શાંતિ વાર્તાના ભાગ તરીકે જોવો જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું કહ્યું ઓસ્ટ્રેલિયન વિદેશમંત્રીએ
ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી પેની વોંગે એક મીડિયા બ્રિફિંગ દરમિયાન કહ્યું કે, ઓસ્ટ્રેલિયા હંમેશા દ્વીમાર્ગી વાર્તાથી કોઈ પણ સમસ્યા કે વિવાદના સમાધાનને લઈને પ્રતિબદ્ધ છે. તેમાં ઈઝરાયેલ અને ભવિષ્યનું પેલેસ્ટાઈન રાજ્ય પણ સામેલ છે. જ્યાં શાંતિ અને સુરક્ષા જરૂરી છે. જે શાંતિની સંભાવનાને નબળી કરે તેવા દ્રષ્ટિકોણનું અમે સમર્થન નહીં કરીએ. 


આ Video પણ  ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube