OMG! સેન્ડવીચ ખાધા બાદ બાળકીએ ગુમાવી યાદશક્તિ, રિપોર્ટ્સ જોઈને ડોક્ટર્સના પણ હોશ ઉડી ગયા
આપણે જે કઈ ખાતા હોઈએ છીએ તેની અસર આપણા શરીર પર થતી હોય છે. અનેક લોકોને કોઈ ખાસ ફૂડથી એલર્જી પણ હોય છે. તે ચીજ શરીરમાં જાય કે તેના પરિણામ ખતરનાક જોવા મળતા હોય છે.
આપણે જે કઈ ખાતા હોઈએ છીએ તેની અસર આપણા શરીર પર થતી હોય છે. અનેક લોકોને કોઈ ખાસ ફૂડથી એલર્જી પણ હોય છે. તે ચીજ શરીરમાં જાય કે તેના પરિણામ ખતરનાક જોવા મળતા હોય છે. પરંતુ હાલમાં જ એક 9 વર્ષની બાળકી સાથે સેન્ડવીચ ખાવા પર જે થયું તે ચોંકાવનારું હતું. હકીકતમાં આ બાળકીને કોઈ ચીજથી કોઈ એલર્જી નહતી. પરંતુ આમ છતાં એક મામૂલી સેન્ડવીચ ખાવાથી તે લગભગ મોતના મોંઢામાં પહોંચી ગઈ.
આ ઓસ્ટ્રેલિયન બાળકી નાશ્તામાં સેન્ડવીચમાં છૂપાયેલા ખતરાના કારણે મોતના મોઢામાં પહોંચી ગઈ. તેનાથી તેને સીવિયર ઈન્ફેક્શન અને ન્યૂરોલોજિકલ ડેમેજ થયું. બાળકીની માતા ક્રિસ્ટન સોન્ડર્સે એબીસી ન્યૂકૈસલને જણાવ્યું કે આ અજીબ દુર્ઘટના જુલાઈમાં ઘટી જ્યારે છોકરીએ પોતાના હોમટાઉન ન્યૂકૈસલ , ન્યૂ સાઉથ વેલ્સમાં એક દુકાનમાંથી બેકન અને ઈંડાની સેન્ડવીચ ખરીદી હતી.
સોન્ડર્સ યાદ કરતા કહે છે કે મારી પુત્રી આ તે ખાઈ રહી હતી કે અચાનક તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. અમને લાગ્યું કે સેન્ડવીચ ગળામાં અટકી ગઈ હશે. અમે તેની પીઠ થપથપાવી અને પાણી પીવડાવ્યું અને કહ્યું કે બધુ ઠીક થઈ જશે. સોન્ડર્સે કહ્યું કે ત્યારબાદ તેને ગળામાં ખરાશ અને ખાવાનું ગળવામાં મુશ્કેલી પડવા લાગી અને ધીરે ધીરે તેની હાલત બગડવા લાગી હતી. ત્યારબાદ એક દિવસ અમે ઘરે નોટિસ કર્યું કે મારી પુત્રી સાધારણ વાતનો જવાબ આપવામાં પણ કન્ફ્યૂઝ થઈ રહી છે.
યાદશક્તિ ગૂમ થવા લાગી
બાળકીની આ હાલત જોઈને ગભરાયેલા માતા પિતાએ ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટરે તપાસ બાદ તેને તરત ઈમરજન્સી વોર્ડમાં શિફ્ટ કરી. જો કે ડોક્ટર પહોંચ્યા ત્યાં સુધીમાં તો બાળકીની સ્થિતિ બગડી ગઈ હતી અને બાળકી યાદશક્તિ ગુમાવી રહી હતી, તે પરિવારને ઓળખી પણ શકતી નહતી.
યાહૂ ન્યૂઝ ઓસ્ટ્રેલિયાના રિપોર્ટ મુજબ ડોક્ટરોએ પછી જણાવ્યું કે તેના દિમાગમાં ફોલ્લા છે. ડોક્ટરોએ સીટી સ્કેન કરાવ્યું જેમાં ભયાનક વાત સામે આવી. હકીકતમાં બાળકીની ગરદનમાં જે જોયું તેનાથી ડોક્ટરો પણ સ્તબ્ધ થઈ ગયા. તેમને બાળકીના ગળામાં એક વાળ જેટલો પાતળો તાર મળ્યો. આ એક બારબીક્યૂ બ્રશનો ટુકડો હતો. જે સેન્ડવીચની અંદર હતો અને બાળકીના શરીરમાં જતો રહ્યો.
કથિત રીતે તેણે અન્નનળીમાં કાણું પાડી દીધુ અને કેરોટિડ આર્ટરીમાં પોતાનો રસ્તો બનાવી લીધો. તેના પગલે ભયંકર ઈન્ફેક્શન થઈ ગયું. તેને ઠીક કરવા માટે ડોક્ટરોએ આર્ટરીને બદલવા, તેના દિમાગ પર રહેલા ફોલ્લાઓને કાઢવા અને અન્ય પ્રક્રિયાઓની જરૂરિયાત પડી જેમાં બાળકીનો જીવ પણ જઈ શકે તેમ હતો. જો કે બાળકીનું આ ઓપરેશન સહી સલામત રહ્યું અને ત્યારબાદ તે એક મહિના સુધી હોસ્પિટલમાં રહી અને છેલ્લે ઠીક થઈને ઘરે ગઈ.
આટલું થયું છતાં સોન્ડર્સનો દાવો છે કે સ્થિતિ વધુ વણસી શકે તેમ હતી. સોન્ડર્સે કહ્યું કે હું લોકોને ચેતવવા ઈચ્છીશ કે જે પણ કઈ થયું તે બિલકુલ સરળ નહતું. ભગવાન કરે કે આવું કોઈએ સહન ન કરવું પડે. વિચારો કે કેટલા બારબેક્યૂ ચાલી રહ્યા છે જે ખતરનાક હોઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube