મેલબોર્નઃ ચીન કોરોના વાયરસના ચેપથી પરેશાન છે તો બીજીતરફ એવો દેશ છે જેણે પોતાની લેબમાં આ વાયરસ તૈયાર કર્યો છે. આ દેશ છે ઓસ્ટ્રેલિયા જેણે પોતાની લેબમાં કોરોના વિકસિત કરવાનો દાવો કર્યો છે. ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકોએ કહ્યું કે, આ મહત્વપૂર્ણ સફળતાથી આ જીવલેણ વાયરસથી લડવામાં મદદ મળી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીટર ડોરેર્ટી ઈન્સિટ્યૂટ ફોર ઇન્ફેક્શન એન્ડ ઇમ્યુનિટીના શોધકર્તાએ કહ્યું કે, આ સફળતાથી વિશ્વભરમાં વાયરસની ચોક્કસ તપાસ કરવા અને તેની સારવાર શોધવામાં મદદ મળશે. આ સંસ્થા મેલબોર્ન યુનિવર્સિટી અને રોયલ મેલબોર્ન હોસ્પિટલનું સંયુક્ત ઉપક્રમ છે. 'ધ રોયલ મેલબોર્ન' ઓસ્પિટલના જૂલિયન ડ્રૂસે કહ્યું, 'ચીની અધિકારીઓએ આ ઘાતક કોરોના વાયરસના જીનના સમૂહ જારી કર્યો હતો, જે આ રોગની ઓળખ કરવામાં મદદરૂપ છે. પરંતુ, અસલી વાયરસ અમારી પાસે હોવાનો મતલબ છે કે હવે અમારી પાસે તપાસની તમામ પદ્ધતિઓની ખાતરી કરવાની ક્ષમતા છે જે આ રોગના નિવેદનમાં ખુબ મહત્વપૂર્ણ સાબિત થશે.'


corona virus: વિશ્વના 18 દેશોમાં પહોંચ્યો કોરોના વાયરસ, અત્યાર સુધી 132 લોકોના મોત


પ્રાકૃતિક વાતાવરણની બહાર જે વાયરસને વિકસિત કરવામાં આવ્યો છે તેનો ઉપયોગ પ્રતિકારક તપાસ વિકસિત કરવામાં કરવાની સંભાવના છે. તેનાથી તે દર્દીઓમાં પણ વાયરસની માહિતી લગાવી શકાશે જે લક્ષણ નજર ન આવવાને કારણે ખુદને ચેપગ્રસ્ત હોવાની વાતથી અવગણના કરે છે. ડોહેર્ટી ઈન્સિટ્યૂટના વાઇસ ડાયરેક્ટર માઇક કેટને કહ્યું કે, વિરોધી તપાસથી આપણે રોગીઓની તપાસ કરી શકવામાં સક્ષમ હશે જેથી અમને આ વિશે વધુ ચોક્કસ તસવીર મળી શકશે કે આ વાયરસ અન્ય વસ્તુમાં કેટલો વ્યાપક છે અને તેનો વાસ્તવિક મૃત્યુ દર શું છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...