ગજબની કિસ્મત! કોરોના વેક્સિન લગાવ્યા પછી એક મહિલા બની ગઈ કરોડોની માલિક, જાણો કેવી રીતે..
કોવિડ 19 મહામારીનો સામનો કરવા માટે ભારત સહિત આખી દુનિયામાં કોરોના વેક્સિનેશન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે કોરોનામાંથી બચવા એકમાત્ર ઉપાય છે.
નવી દિલ્હી: કોરોના મહામારી સામે સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યું છે, પરંતુ હાલ એક એવી ઘટના સામે આવી છે. જેણે સાંભળીને તેના પર વિશ્વાસ નહીં કરી શકો. કોવિડ 19 મહામારીનો સામનો કરવા માટે ભારત સહિત આખી દુનિયામાં કોરોના વેક્સિનેશન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે કોરોનામાંથી બચવા એકમાત્ર ઉપાય છે. જેના કારણે લગભગ તમામ દેશ પોતાના નાગરિકોને જાગૃત કરવા માટે અને કોરોના વેક્સિન લગાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે નવી નવી ઓફર્સ લાવી રહી છે. હાલમાં ઓસ્ટ્રેલિયાથી એક આશ્ચર્યજનક અહેવાલ સામે આવી રહ્યો છે, જ્યાં એક મહિલાની વેક્સિન લગાવ્યા બાદ પોતાનું નસીબ જ બદલાઈ ગયું. ઓસ્ટ્રેલિયાની કોવિડ 19 વેક્સિન લોટરી જીત્યા પછી ઓસ્ટ્રેલિયામાં એક મહિલા કરોડપતિ બની ગઈ છે.
એક અંગ્રેજી અહેવાલમાં છપાયેલા રિપોર્ટના મતે, 25 વર્ષીય જોઆન ઝુએ ગયા મહિને એક મિલિયન ડોલર વેક્સિન લોટરીમાં ભાગ લીધો હતો. કોવિડ રસીકરણ દરોને વધારવા માટે 20 પરોપકારીઓ અને કોર્પોરેશનોના એક જૂથ દ્વારા લોટરીની વ્યવસ્થા કરવામાં આવી હતી. લગભગ 27,44,974 ઓસ્ટ્રેલિયનોએ 3,600 પોસ્ટકોડથી મિલિયન ડોલર વેક્સ માટે નોંધણી કરાવી હતી. લોટરીમાં ભાગ લેનારાઓને 31 ઓક્ટોબર સુધીમાં COVID-19 રસીનો ઓછામાં ઓછો એક ડોઝ મળ્યો હતો.
EPFO સબ્સ્ક્રાઇબર્સ માટે ખુશખબર! વધી શકે છે તમારી કમાણી, જાણો શું છે પ્લાન?
લાખો લોકોની વચ્ચે ઝુ લકી ડ્રોમાં રાતોરાત કરોડપતિ બની ગઈ. તેણે રસી માટે AU$1 મિલિયન એટલે કે ₹5.4 કરોડની લોટરી જીતી. ઝુ હજુ પણ આ જીવન બદલી નાખનારી ઘટનાને એક સપનાના રૂપમાં જોવે છે. તેઓ હજુ સુધી માની શકતા નથી કે તેમનું જીવન એક નોટરીના કારણે બદલાઈ ગયું છે. ઝુએ જણાવ્યું હતું કે, બીજા દિવસે કોઈએ મને ફોન કર્યો... મને લાગે છે કે તે શુક્રવારનો દિવસ હતો, અને હું કામ પર હતો, હું ફોન ઉપાડી શક્યા નહોતો." પછી મને જાણ થઈ કે હું કરોડપતિ બની ગઈ છું. ફોનમાં મને કહેવામાં આવ્યું હતું કે, "ઓહ તમે એક મિલિયન ડોલર જીત્યા છે! તમે ઓસ્ટ્રેલિયામાં એકલી છો.
Video: ફરી એકવાર Nora Fatehi નો હોટ અંદાજ વાયરલ, એકદમ ફિટ સફેદ ડ્રેસમાં દેખાડ્યું સેક્સી ફિગર
ઓક્ટોબરની શરૂઆતમાં લોટરી શરૂ થઈ ત્યારે મિલિયન ડૉલર વેક્સિન વેબસાઈટ ક્રેશ થઈ ગઈ. લોટરીમાં પ્રથમ 24 કલાકમાં 350,000 એન્ટ્રીઓ નોંધાઈ હતી. ઓસ્ટ્રેલિયન લોટરીમાં 3100 થી વધુ ભાગ્યશાળી લોકોને $4.1 મિલિયનથી વધુના ઇનામો આપવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube