Avian H5N8 Flu in Humans: હવે મનુષ્યોમાં પહોંચ્યો બર્ડ ફ્લૂનો વાયરસ, આ દેશમાં સાત કેસ નોંધાયા
Avian H5N8 Flu in Humans: રશિયાએ આ વાતની પુષ્ટિ કરી છે કે બર્ડ ફ્લૂના વાયરસ મનુષ્યોમાં પહોંચી ગયો છે. અહીં સાત લોકો સંક્રમિત થયા છે.
નવી દિલ્હીઃ રશિયામાં મનુષ્યમાં બર્ડ ફ્લૂ (H5N8 Flu) ના વાયરસના ટ્રાન્સમિશનનો પ્રથમ કેસ સામે આવ્યો છે. રશિયાએ આ વાતની પુષ્ટિ કરી છે કે H5N8 એવિયન ફ્લૂ એટલે કે બર્ડ ફ્લૂનો વાયરસ મનુષ્યમાં જોવા મળ્યો છે. રશિયાના રિસર્ચ સેન્ટર વેક્ટરના વૈજ્ઞાનિકોએ શનિવારે જાણકારી આપી કે એક પોલ્ટ્રી ફાર્મના સાત કર્મચારી બર્ડ ફ્લૂથી સંક્રમિત થયા છે. રોસપોત્રેનાદજોરના વેક્ટર રિસર્ચ સેન્ટરે મનુષ્યોમાં આ વાયરસની શોધ કરી છે.
અન્ના પપોવાએ રશિયા 24 બ્રોડકાસ્ટરને જાણકારી આપી છે કે ડિસેમ્બરના મહિનામાં રશિયાના દક્ષિણમાં એક પોલ્ટ્રીમાં આ મહામારીની એન્ટ્રી થઈ હતી. ત્યાં કામ કરનારા સાત લોકો આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. અન્ના પપોવાએ કહ્યું- સંક્રમિત તમામ લોકો સ્વસ્થ છે. તેને ખુબ હળવા લક્ષણ છે.
આ પણ વાંચોઃ Balochistan માં પાકિસ્તાનની સેના પર આતંકી હુમલો, આટલા જવાનોના થયા મોત
તમને જણાવી દઈએ કે હાલના દિવસોમાં ભારતના ઘણા રાજ્યોમાં બર્ડ ફ્લૂના મામલાની પુષ્ટિ થઈ છે. ઘણી જગ્યાએ કાગડાઓ અને અન્ય પક્ષીઓના મોત થયા હતા. આ સિવાય કેટલાક સ્થળો પર સાવચેતીના ભાગ રૂપે મરઘીને મારવાના આદેશ આપવામાં આવ્યો હતો. દિલ્હીમાં પણ સરકારે મરઘી બજારને બંધ કરવાના આદેશ આપ્યા હતા. ત્યારબાદ તેને ખોલવાની મંજૂરી આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube