કાબુલના આ ઘરમાં અમેરિકાએ કર્યો અલ ઝવાહિરીનો અંત! સામે આવ્યો આ વીડિયો
અલ ઝવાહિરીનો જન્મ 19 જૂન 1957 ના રોજ મિશ્રના એક પરિવારમાં થયો હતો. સર્જન અલ ઝવાહિરી અરબી અને ફ્રેંચ ભાષા જાણતો હતો. ઝવાહિરીએ ઇજિપ્તિયન ઇસ્લામિક જિહાદ એટલે કે EIJ ની રચના કરી હતી. 1970 ના દાયકામાં ઇજિપ્તમાં સેક્યુલર શાસનનો વિરોધ કરવા માટે એક ઉગ્રવાદી સંગઠન હતું.
Al Zawahiri House Viral Video: અમેરિકાએ આતંકવાદી સંગઠન અલ કાયદાના મુખિયા ઝવાહિરીને ઠાર માર્યાનો દાવો કર્યો છે. અમેરિકી અધિકારીઓના અનુસાર ઝવાહિરી અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં 31 જુલાઇના રોજ ડ્રોન સ્ટ્રાઇકમાં મોતને ભેટ્યો હતો. રાત્રે લગભગ 10 વાગે આ હુમલો થયો હતો. અલ ઝવાહિરીને મોતને ઘાટ ઉતારવો અમેરિકા માટે મોટી સફળતા છે.
આ દરમિયાન સોશિયલ મીડિયા પર ઝવાહિરીના ઘરનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઝવાહિરી હુમલાના સમયે તેના ઘરમાં હતો. દાવો કરવામાં આવી રહ્યો છે કે ઝવાહિરી આ ઘરમાં રહેતો હતો. કાબુલના શેરપુર વિસ્તારમાં સ્થિત આ ઘર ઝવાહિરીનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વિસ્તાર ગાઢ વસ્તીવાળો છે. ઘરણામાં ઘણા માળ છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube