Ayodhya Ram Mandir: અયોધ્યામાં રામ મંદિર માટે રામલલાની મૂર્તિ તો ફાઈનલ થઈ ગઈ પરંતુ 17 તારીખના રોજ તેને જાહેર કરવામાં આવશે. આ દિવસે નગર ભ્રમણનો કાર્યક્રમ છે. હાલ સમગ્ર દેશમાં 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમની ચર્ચા છે. આવામાં એ જાણવું ખુબ રસપ્રદ છે કે અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે મુઘલ શાસક બાબરની જન્મભૂમિ ઉઝ્બેકિસ્તાનથી પણ જળ મંગાવવામાં આવ્યું છે. એટલું જ નહીં પાકિસતાન, ચીન, દુબઈ સહિત એન્ટાર્કટિકાના જળથી પણ શ્રીરામનો અભિષેક કરવામાં આવશે. 


સમગ્ર દુનિયાની નદીઓનું પાણી
ગત વર્ષે એપ્રિલમાં દિલ્હીના પૂર્વ ભાજપ વિધાયક વિજય જૌલી 155 દેશોથી લાવવામાં આવેલા પવિત્ર જળને લઈને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીને મળ્યા હતા. ત્યારે તસવીરો પણ સામે આવી હતી. ગડકરીએ કહ્યું હતું કે આ ઐતિહાસિક છે. કળશને નજીકથી જોઈએ તો તેમાં ચીન, લાઓસ, લાતવિયા, મ્યાંમાર, મંગોલિયા, સાઈબેરિયા, દક્ષિણ કોરિયા જેવા અનેક દેશોના નામના સ્ટિકર જોવા મળે છે.  (થોડા સમય પહેલાની તસવીરો જુઓ નીચે)


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube