Baba Vanga 2025 Predictions List: વિશ્વમાં ઘણા મહાન ભવિષ્યવેત્તાઓ છે જેમણે દાયકાઓ પહેલાં ભવિષ્યવાણીઓ કરી હતી, જે આવનારી ઘણી સદીઓ માટે છે. આશ્ચર્યની વાત એ છે કે અત્યાર સુધી આમાંથી ઘણી આગાહીઓ સાચી સાબિત થઈ છે. જ્યારે પણ નવું વર્ષ શરૂ કરવાનો સમય આવે છે, ત્યારે આ આગાહીઓ ચર્ચામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે દુનિયા વર્ષ 2024ના અંત તરફ આગળ વધી રહી છે, આવી સ્થિતિમાં વર્ષ 2025ની આગાહીઓ ચર્ચામાં આવી ગઈ છે. જાણો, બલ્ગેરિયાના મભવિષ્યવેત્તા બાબા વેંગાએ વર્ષ 2025માં વિશ્વની ઘટનાઓને લઈને શું ભવિષ્યવાણીઓ કરી છે, જે તમારી રાતોની ઉંઘ ઉડાવવા માટે પૂરતી છે. 


દુનિયાનો અંત આવવા લાગશે


બાબા વેંગાએ ઘણા દાયકાઓ પહેલાં ભવિષ્યવાણી કરી હતી કે વર્ષ 2025થી વિશ્વના સર્વનાશની શરૂઆત થશે અને ધીમે ધીમે માનવતાનો અંત આવશે. માનવ અસ્તિત્વને પૃથ્વી પરથી સંપૂર્ણપણે નાશ થવામાં 5079 વર્ષ જેટલો સમય લાગશે.


યુરોપથી મહાન વિનાશની શરૂઆત થશે


બાબા વેંગાએ કહ્યું હતું કે વિશ્વના સર્વનાશની શરૂઆત વર્ષ 2025થી શરૂ થશે અને આ વિનાશ યુરોપમાં ઉદ્ભવતા સંઘર્ષ સાથે શરૂ થશે. બાબા વેંગાની આગાહી અનુસાર, 2025માં ભયાનક ઘટનાઓ બનશે, જે માનવતાને અંત તરફ લઈ જશે. એટલું જ નહીં, અન્ય એક ભવિષ્યવેત્તા નોસ્ટ્રાડેમસે પણ વર્ષ 2025માં યુરોપમાં ભયંકર સંઘર્ષની ભવિષ્યવાણી કરી છે. આ સ્થિતિમાં જો આ બંને આગાહીકારોની વાત સાચી પડશે તો દુનિયા તેના અંત તરફ આગળ વધી જશે.


એલિયન્સ સાથે સંપર્ક હશે


બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર, જળવાયુ પરિવર્તન ભૌગોલિક રાજકીય ફેરફારો વગેરેને કારણે પૃથ્વી પર રહેવું અશક્ય બની જશે. આ કારણે વર્ષ 2130માં માનવી અલૌકિક જીવો સાથે સંપર્કમાં આવશે. ત્યારે માનવીએ પોતાનું અસ્તિત્વ બચાવવા પૃથ્વીની બહાર આશ્રય લેવો પડશે. આ પછી આખરે વર્ષ 5079 માં પૃથ્વી પરથી બધું જ નાશ પામશે.


તમને જણાવી દઈએ કે 1911માં બુલ્ગેરિયામાં જન્મેલા બાબા વેંગાની અત્યાર સુધી ઘણી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે. તેમાં સોવિયેત સંઘના વિઘટન અને અમેરિકામાં આતંકવાદી સંગઠન અલ કાયદા દ્વારા 9/11ના હુમલા સહિતની ઘણી આગાહીઓ છે.


(Disclaimer:  અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે, ZEE 24 kalak તેની પુષ્ટિ કરતું નથી.)