Baba Vanga Predictions For 2023: બાબા વેંગાનું નામ દરેક જાણે છે. બાબા વેંગાની એવી અનેક ભવિષ્યવાણીઓ છે જે સાચી થઈ ચૂકી છે. આ ભવિષ્યવાણીઓ દાયકાઓ પહેલા બાબા વેંગાએ કરી હતી. જેના પર આજે પણ લોકોને વિશ્વાસ છે. તમને જાણીને નવાઈ લાગશે કે બુલ્ગેરિયાના બાબા વેંગા એક મહિલા હતા અને તેમને આંખે દેખાતું નહતું. પરંતુ તેઓ ભવિષ્યવાણી સટી કરતા હતા. એવું કહેવાય છે કે બાબા વેંગાએ પોતાની આંખોની રોશની 12 વર્ષની ઉંમરે જ ગુમાવી દીધી હતી. લગભગ 27 વર્ષ પહેલા તેમનું મોત થઈ ચૂક્યું છે. પરંતુ દુનિયા માટે તેમની અનેક ભવિષ્યવાણીઓ આજે પણ લોકોને ચિંતા કરાવે છે. વર્ષ 2023 માટે તેમણે શું ભવિષ્યવાણી કરી હતી તે પણ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાબા વેંગાની 5 મહત્વની ભવિષ્યવાણીઓ


1. બાબા વેંગાની ભવિષ્યવાણી મુજબ વર્ષ 2023માં કોઈ મોટા ન્યૂક્લિયર પાવર પ્લાન્ટમાં વિસ્ફોટ થઈ શકે છે. આ કારણથી એશિયા મહાદ્વિપના આકાશમાં વાદળ છવાઈ જશે. ભારત સહિત એશિયા મહાદ્વીપમાં રહેતા લોકો માટે બાબા વેંગાની આ ભવિષ્યવાણી ડરામણી છે. 


2 બાબા વેંગાની ભવિષ્યવાણી મુજબ 2023માં ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ શકે છે. એવી પણ આશંકા છે કે આ દરમિયાન કોઈ દેશ પરમાણુ બોમ્બી પણ હુમલો કરી શકે છે. તેનાથી દુનિયાના મોટા ભાગમાં તબાહીનો મંજર જોવા મળી શકે છે. અત્યારે જોઈએ તો રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. જેના પર દુનિયાના મોટાભાગના દેશ અલગ અલગ જૂથમાં વહેંચાઈ ગયા છે. રશિયા અનેકવાર પરમાણુ યુદ્ધની ધમકી આપી ચૂક્યું છે. 


3. વર્ષ 2023 અંગે બાબા વેંગાએ કરેલી ભવિષ્યવાણી મુજબ આ વર્ષે કોઈ મોટી ખગોળીય ઘટના થઈ શકે છે. એટલું જ નહીં તેના કારણે ધરતીના ઓર્બિટમાં પણ ફેરફાર થઈ શકે છે. તેની આપણા પર્યાવરણ પર ગાઢ અસર પડશે. ધરતીવાસીઓએ તેના ગંભીર પરિણામ ભોગવવા પડી શકે છે. 


4. એક વધુ ભવિષ્યવાણીમાં બાબા વેંગાએ જણાવ્યું કે વર્ષ 2023માં વૈજ્ઞાનિકો અનેક આવિષ્કાર કરી શકે છે. જો તેનો ઉપયોગ થયો તો મોટા પાયે તબાહીનો મંજર જોવા મળી શકે છે. 


5. બાબા વેંગાની પાંચમી ભવિષ્યવાણી એ છે કે 2023નું વર્ષ ત્રાસદી અને અંધકારવાળું હોઈ શકે છે. આ વર્ષમાં કમોસમી વરસાદ થશે. જેના કારણે ભયંકર પૂર આવશે અને અનેક વિસ્તારોમાં તોફાન આવી શકે છે.


(Disclaimer: આ લેખ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ZEE24Kalak તેની કોઈ પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube