Baba Vanga: બાબા વેંગાની ભારતના આ રાજનેતાની હત્યા સહિતની 11 ડરામણી ભવિષ્યવાણીઓ પડી છે સાચી! શું 2025માં થશે વિનાશ?
બલ્ગેરિયાના આ રહસ્યમયી ભવિષ્યવક્તા બાબા વેંગા તેમના મૃત્યુ બાદ પણ તેમની ભવિષ્યવાણીઓને કારણે ચર્ચામાં છે. બધી ભવિષ્યવાણીઓ સાચી જ પડી એવું નથી પરંતુ અનેક ભવિષ્યવાણીઓ સાચી પડી છે. બાબા વેંગાએ અમેરિકાના 9/11 હુમલાઓ અને ખુદ પોતાના મોત વિશે પણ ભવિષ્યવાણી કરી હતી. તેમણે ભારત વિશે પણ ભવિષ્યવાણી કરેલી છે.
વર્ષ 2024 હવે પૂરું થશે બસ થોડો સમય બાકી છે. બાબા વેંગા વિશે એવું કહેવાય છે કે તેઓ સટીક રીતે ભવિષ્ય જોતા હતા. તેઓના વિશે વાત કરીએ તો તેઓ એક નેત્રહીન, બલ્ગેરિયન મહિલા હતા. પરંતુ તેમણે જે પણ ભવિષ્યવાણીઓ હવેના સમય માટે કરી છે તે ડરામણા ભવિષ્યનને દર્શાવે છે. તેમની ભવિષ્યવાણીઓની સટિકતા કેટલી? તેમણે કહ્યું છે કે 2025માં દુનિયાનો વિનાશ શરૂ થઈ જશે. જેના કારણે દુનિયામાં ખળભળાટ મચ્યો છે. ત્યારે એ જાણવું જરૂરી બને છે કે તેમની કેટલી ભવિષ્યવાણીઓ સાચી પડી છે?
બલ્ગેરિયાના આ રહસ્યમયી ભવિષ્યવક્તા બાબા વેંગાની ભવિષ્યવાણીઓ નવું વર્ષ આવતું હોય ત્યારે યાદ આવતી હોય છે. તેમનું 84 વર્ષની વયે 1996માં મૃત્યુ થયું હતું પરંતુ આમ છતાં તેમના મૃત્યુ બાદ પણ તેમની ભવિષ્યવાણીઓ ચર્ચામાં છે. બધી ભવિષ્યવાણીઓ સાચી જ પડી એવું નથી પરંતુ અનેક ભવિષ્યવાણીઓ સાચી પડી છે. બાબા વેંગાએ અમેરિકાના 9/11 હુમલાઓ અને ખુદ પોતાના મોત વિશે પણ ભવિષ્યવાણી કરી હતી. તેમણે ભારત વિશે પણ ભવિષ્યવાણી કરેલી છે.
આ ભારતીય રાજનેતાની હત્યા વિશે કરી હતી ભવિષ્યવાણી?
મીડિયા રિપોર્ટ્સ મુજબ બાબા વેંગાએ કથિત રીતે ભારતના પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીની હત્યા સંબંધિત ભવિષ્યવાણી કરી હતી. ઈન્દિરા ગાંધીએ ઓપરેશન બ્લ્યુ સ્ટારને મંજૂરી આપી હતી. ઓપરેશન બ્લ્યુ સ્ટાર બાદ તેઓ તેમના જ અંગરક્ષકોના નિશાના પર આવી ગયા. 31 ઓક્ટોબર 1984ના રોજ ઈન્દિરા ગાંધીની તેમના જ અંગરક્ષકોએ હત્યા કરી હતી. બાબા વેંગાએ કહ્યું હતું કે, 'વર્દી તેમને નષ્ટ કરશે. મને ધૂમાડો અને આગમાં એક નારંગી-પીળો પોષાક દેખાય છે.' જે દિવસે ઈન્દિરા ગાંધીને ગોળી મારવામાં આવી હતી ત્યારે તેમણે નારંગી રંગની સાડી પહેરી હતી.
અન્ય સાચી પડેલી ભવિષ્યવાણી
1. બાબા વેંગાની સૌથી વ્યાપક રીતે સાચી મનાતી ભવિષ્યવાણી 11 સપ્ટેમ્બરના આતંકવાદી હુમલા વિશે હતી. 1989માં તેમણે કહ્યું હતું કે ડર, ડર, સ્ટીલના પક્ષીઓના હુમલા બાદ અમેરિકી ભાઈઓ પડશે. વરુઓ છૂપાઈ જશે. નિર્દોષોનું લોહી વહેશે.
2. બાબા વેંગાની 2022 અંગેની 2 ભવિષ્યવાણી સાચી પડી. તેમણે કહ્યું હતું કે દુનિયાભરના મોટા શહેર ભીષણ દુષ્કાળ અને પાણીની કમીથી પ્રભાવિત થશે. બ્રિટને અધિકૃત રીતે ઓગસ્ટ 2022માં દુષ્કાળની જાહેરાત કરી. ફ્રાન્સ, ઈટલી, પોર્ટુગલ અને યુરોપના મોટાભાગના ભાગોમાં દુષ્કાળ અને વિનાશકારી જંગલની આગનો સામનો કરવો પડ્યો. તેમણે એવી પણ ભવિષ્યવાણી કરી હતી કે ઓસ્ટ્રેલિયા અને એશિયામાં ભીષણ પૂર આવશે જે સાચું પડ્યું.
3. કુર્સ્ક ત્રાસદી: ઓગસ્ટ 2000માં રશિયાની પરમાણુ સબમરીન કુર્સ્ક બેરેન્ટ્સ સાગરમાં ડૂબી ગઈ. આ એક વિનાશકારી ઘટના હતી જેમાં સવાર બધા લોકો ડૂબી ગયા હતા. 1980માં તેમણે ભવિષ્યવાણી કરી હતી કે કુર્સ્ક પાણીથી ઢંકાઈ જશે અને આખી દુનિયા તેના માટે રડશે.
4. એવું કહેવાય છે કે તેમણે ભવિષ્યવાણી કરી હતી કે એક અશ્વેત વ્યક્તિ અમેરિકાનો 44મો રાષ્ટ્રપતિ બનશે. બરાક ઓબામાએ જ્યોર્જ ડબલ્યુ બુશ બાદ 44માં રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળ્યો હતો.
5. સોવિયેત તાનાશાહ જોસેફ સ્ટાલિનના મૃત્યુની તારીખ વિશે બાબા વેંગાએ યોગ્ય અનુમાન કર્યું હતું. આ બાબા વેંગા વિશે એક પ્રચલિત કહાની છે. પરંતુ તેમણે પોાતના મૃત્યુની તારીખનું પણ અનુમાન કર્યું હતું. 1990માં અપાયેલા એક નિવેદન મુજબ તેમણે 11 ઓગસ્ટ 1996ના રોજ આ નશ્વર કુંડળીને ઉલટવાનો દિવસ ગણાવ્યો હતો. તે દિવસે બાબા વેંગાનું નિધન થયું.
6. સોવિયેત સંઘ, ચેકોસ્લોવેકિયા અને યુગોસ્લાવિયાનું વિઘટન
7. ચેરનોબિલ આફત
8. રાજકુમારી ડાયનાના મૃત્યુની તારીખ
9. 1985માં ઉત્તર બલ્ગેરિયામાં ભૂકંપ
10. 2004ની સુનામી
11. ઈન્દિરા ગાંધીની હત્યા વિશે કથિત ભવિષ્યવાણી
તેમની કેટલીક આગામી ભવિષ્યવાણીઓ
1. યુરોપમાં આતંકવાદી હુમલા વધશે. એક મોટો દેશ જૈવિક હથિયારોનું પરીક્ષણ કરશે કે હુમલો કરશે.
2. આગામી વર્ષે એક મોટું આર્થિક સંકટ આવશે જે વૈશ્વિક અર્થવ્યવસ્થાને પ્રભાવિત કરશે.
3. ભયાનક મૌસમી ઘટનાઓ અને કુદરતી આફતો આવશે.
4. સાઈબર હુમલા વધશે. હેકર વીજળી ગ્રિડ અને જળ સંશોધન પ્લાન્ટ્સ જેવા મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સને નિશાન બનાવશે.
5. અલ્ઝાઈમર અને કેન્સર જેવી બીમારીઓના નવા ઈલાજ આવશે.
6. 2025માં દુનિયાના અંતની શરૂઆત થશે. 2025માં યુરોપમાં એક મોટો સંધર્ષ છેડાશે, જેનાથી જનસંખ્યામાં ભારે ઘટાડો જોવા મળશે.
7. 2076 સુધીમાં દુનિયાભરમાં કોમ્યુનિસ્ટ શાસન પાછું ફરશે.
8. અંતમાં 5079માં એક કુદરતી આફતથી દુનિયાનો અંત થશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી વિવિધ મીડિયા રિપોર્ટ્સ અને ઈન્ટરનેટ પર ઉપલબ્ધ જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)