સાચી પડી રહી છે બાબા વેંગાની ભવિષ્યવાણી! જાણો આગામી 8 મહિનામાં શું શું થઈ શકે?
Baba Vanga Predictions: બલ્ગેરિયન બાબા વેંગાની ભવિષ્યવાણીઓ પણ અન્ય ભવિષ્યવક્તા નાસ્ત્રાડેમસની જેમ જ પ્રખ્યાત છે. તેમણે વર્ષ 2024 માટે કેટલીક ભવિષ્યવાણીઓ કરી હતી જેમાંથી કેટલીક સાચી પણ પડતી જોવા મળી રહી છે. ત્યારે સવાલ થાય કે તેમણે આ વર્ષ માટે બીજી કેટલી ભવિષ્યવાણી કરી હશે? તમે પણ આ જાણશો તો હચમચી જશે...
Baba Vanga Predictions: બલ્ગેરિયન બાબા વેંગાની ભવિષ્યવાણીઓ ભવિષ્યવક્તા નાસ્ત્રાડેમસની જેમ જ પ્રખ્યાત છે. તેમણે વર્ષ 2024 માટે કેટલીક ભવિષ્યવાણીઓ કરી હતી જેમાંથી કેટલીક સાચી પણ પડતી જોવા મળી રહી છે. ત્યારે સવાલ થાય કે તેમણે આ વર્ષ માટે બીજી કેટલી ભવિષ્યવાણી કરી હશે? વર્ષ 2024 માટે તેમણે જે જે વાતો કરી હતી તે છેલ્લા ચાર મહિનામાં તો સાચી પડતી જોવા મળી.
સાઈબર હુમલાઓમાં વધારો થશે
યુરોપમાં આતંકી હુમલો થશે, સાઈબર હુમલાઓમાં વધારો થશે અને ચિકિત્સા તથા ટેક્નોલોજી જગતમાં ખુબ હલચલ રહેશે. આ બધી વાતો છેલ્લા ચાર મહિનામાં તો સાચી ઠરતી જોવા મળી ત્યારે શું આ વર્ષમાં ખરેખર તબાહી મચશે? જાણો તેમણે આગામી કેટલાક મહિનાઓ માટે શું ભવિષ્યવાણી કરેલી છે.
આ ભવિષ્યવાણીઓ સાચી ઠરી
બાલ્કનના નાસ્ત્રાડેમસ કહેવાતા બાબા વેંગાનું 28 વર્ષ પહેલા મોત થઈ ચૂક્યું છે. પરંતુ તેમણે મોત પહેલા આ વર્ષ 2024 માટે કેટલીક ભવિષ્યવાણીઓ કરેલી છે. તેમની ભવિષ્યવાણીઓમાંથી કેટલીક સાચી પણ પડી રહી છે. બાબા વેંગા અગાઉ યુક્રેનમાં ચેરનોબિલ આફત, રાજકુમારી ડાયનાનું મોત, ન્યૂયોર્કમાં 9/11 હુમલો અને એટલે સુધી કે પોતાના મોત વિશે પણ સટીક ભવિષ્યવાણી કરી ચૂક્યા છે. હવે તેમના ફોલોઅર્સે જણાવ્યું છે કે વર્ષ 2024 માટે તેમણે જે ભવિષ્યવાણીઓ કરી હતી તેમાંથી કેટલીક સાચી પડી રહી છે. આગળ જે થશે તે હજુ વધુ ડરામણું છે.
આતંકી હુમલો
બાબા વેંગાએ 2024માં યુરોપમાં અનેક આતંકી હુમલાની ચેતવણી ઉચ્ચારી હતી. હાલમાં જ રશિયાના મોસ્કોમાં આતંકી હુમલો થયો. રશિયાના મોસ્કોમાં થયેલો આતંકી હુમલો એ વાતનો સંકેત આપે છે કે તેમની ભવિષ્યવાણી બિલકુલ સટીક હતી. માર્ચના અંતમાં આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર કરીને બાળકો સહિત 110 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ઈસ્લામિક સ્ટેટે તેની જવાબદારી લીધી હતી. વેંગાની ભવિષ્યવાણી જોતા જર્મની સહિત આખુ યુરોપ હાલના દિવસોમાં હાઈ એલર્ટ પર છે.
સાઈબર હુમલા વધ્યા
બાબા વેંગાએ કહ્યું હતું કે સાઈબર હુમલાઓમાં તેજી આવશે. એવું થવા પણ લાગ્યું છે. ગ્રેગ્સ, મેકડોનાલ્ડ્સ, ટેસ્કો અને સેન્સબરીઝ સહિત અનેક કંપનીઓમાં હેકિંગની સ્થિતિ બની. એટલે સુધી કે અનેક દેશોની એજન્સીઓ પણ હેકર્સના નિશાને હતી. બ્રિટિશ સ્વાસ્થ્ય સેવા સાથે જોડાયેલા દર્દીઓના ડેટા પણ વાયરલ કરવાની ધમકી મળી.
ટેક્નિકલ અને ચિકિત્સા ક્ષેત્રમાં કમાલનું વર્ષ રહેશે
પાવર ગ્રિડ, વોટર સિસ્ટમ પર હુમલા થયા. બાબા વેંગાએ કહ્યું હતું કે ટેક્નિકલ અને ચિકિત્સા ક્ષેત્રમાં કમાલનું વર્ષ રહેશે. એવું જ થઈ રહ્યું છે. અલ્ઝાઈમર અને કેન્સર જેવી બીમારીઓના ઈલાજનો રસ્તો મળી રહ્યો છે. એવી રસી બની છે કે જે અલ્ઝાઈમરથી બચાવી શકે છે. કેન્સરની દવાની શોધ પણ થઈ ગઈ છે. તેને લીધા બાદ કેન્સરના દર્દીઓ ચાર ગણી વધુ જીંદગી જીવી શકે છે. એઆઈના ફિલ્ડમાં પણ કમાલનું વર્ષ રહ્યું.
આગામી 5 ડરામણી ભવિષ્યવાણીઓ...
1. એલિયન સાથે અથડામણનો પણ દાવો કર્યો હતો. તેની પુષ્ટિ નથી થઈ પરંતુ અનેક જગ્યાએ યુએફઓ મળ્યા હોવાના દાવા જરૂર થયા છે. એકયુએફઓ તો ભારતના ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ ઉપર મંડરાતું જોવા મળ્યું હતું. હજુ આઠ મહિના બાકી છે.
2. બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી છે કે આ વર્ષે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની હત્યાનો પ્રયત્ન કરવામાં આવશે. તેમના જ દેશનો એક વ્યક્તિ આમ કરશે.
3. બબા વેંગાના જણાવ્યાં મુજબ વર્ષ 2024માં આખું વિશ્વ એક મોટા આર્થિક સંકટમાંથી પસાર થશે. અનેક દેશો મોટા આર્થિક સંક્ટ હેઠળ આવી જશે.
4. સૌથી ખતરનાક ભવિષ્યવાણી. બાબા વેંગાના જણાવ્યાં મુજબ વર્ષ 2024માં દુનિયાનો સૌથી મોટો દેશ જૈવિક હથિયારોનો ટેસ્ટ કરી શકે છે. જો આમ થયું તો માનવ જાતિ પર મોટું સંકટ આવી જશે.
5. બાબા વેંગાએ આ વર્ષે ગ્લોબલ વોર્મિંગની પણ ચેતવણી આપેલી છે. ભયાનક ગરમી પરેશાન કરશે. તેનાથી ભારે સ્વાસ્થ્ય સમસ્યા થશે. તેની અસર સમગ્ર દુનિયામાં જોવા પણ મળી રહી છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HTqpPcp1wdi4exMGDxoX6Q
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube