નવી દિલ્હીઃ Baba Vanga Predictions: સાચી અને સટીક ભવિષ્યવાણી કરનાર બાબા વેંગાની વાતો સાચી સાબિત થઈ રહી છે. બાબા વેંગાએ 9/11ની જે સાચી ભવિષ્યવાણી કરી હતી તે વાત આજે પણ જગજાહેર છે. બાબા વેંગાની વાતો 100 ટકા સાચી સાબિત થાય છે. તેમ માનવામાં આવે છે કે બાબા વેંગાએ કહ્યુ હતું કે વર્ષ 2023માં લોકોએ હવામાન, ભૂકંપ, તોફાનની તબાહી સહન કરવી પડી શકે છે, લોકો આ વાતથી ડરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાબા વેંગાએ વર્ષ 2023ની ભવિષ્યવાણી કરી હતી, જેમાં બાબા વેંગાએ કહ્યુ હતું કે વર્ષ 2023ના અંતમાં એટલે કે ડિસેમ્બરમાં પરમાણુ હુમલો થશે, જેનાથી ધરતી પર ભયાનક તબાહી મચશે. બાબાની આ ભવિષ્યવાણીથી લોકો ડરેલા છે. આ ભવિષ્યવાણીને ત્રીજા વિશ્વયુદ્ધનું નામ આપવામાં આવ્યું છે. આ ભવિષ્યવાણી અનુસાર ધરતી પર તબાહી મચી શકે છે. તેના કારણે પર્યાવરણમાં પરિવર્તન જોવા મળશે, જેનું ગંભીર પરિણામ ધરતીએ ભોગવવું પડશે. 


બાબા વેંગાએ 2023માં એક મોટા પરમાણુ ઉર્જા સંયંત્રમાં વિસ્ફોટકની ચેતવણી આપી હતી, તેમ માનવામાં આવ્યું છે કે આ વાતનો પ્રભાવ રશિયા પર પડશે. જેનાથી ઘણી બીમારી ફેલાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ પરમાણુ વિસ્ફોટથી જે રેડિએશન નિકળશે તેનાથી ચારે તરફ તબાહી મચી જશે. 


બાબા વેંગા યુરોપના બુલ્ગારિયામાં રહેતી હતી. તેમનો જન્મ વર્ષ 1911માં થયો હતો. માત્ર 12 વર્ષની ઉંમરે બાબા વેંગાએ પોતાના બંને આંખની રોશની ગુમાવી દીધી હતી. બાબા વેંગાનું મૃત્યુ ઓગસ્ટ 1996માં થયું હતું. તેમના મોત પહેલાં તેમણે વર્ષ 5079 સુધીની ભવિષ્યવાણી કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube