ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના સંસદીય કાર્ય સલાહકાર બાબર અવાને પોતાના વિરુદ્ધ ભ્રષ્ટાચારનો મામલો દાખલ થતા મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ. ઈમરાન ખાનના નેતૃત્વવાળી પાકિસ્તાન સરકાર માટે આ પહેલવહેલો ઝટકો છે. પદ છોડતા અવાને ટ્વિટ કરી કે સંસદીય કાર્ય મંત્રાલયમાંથી રાજીનામું આપવા માટે હું વડાપ્રધાન નિવાસસ્થાન ગયો હતો. કાયદાનું શાસન મારાથી જ શરૂ થાય છે. તમને ધન્યવાદ...ખાનના નજીકની વ્યક્તિના રાજીનામાંના ગણતરીના કલાકો પહેલા રાષ્ટ્રીય જવાબદારી બ્યૂરોએ ઈસ્લામાબાદમાં જવાબદારી કોર્ટમાં નંદીપુર પ્રોજેક્ટમાં મોડા થવાને લઈને અવાન વિરુદ્ધ ભ્રષ્ટાચારનો મામલો દાખલ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિયો ન્યૂઝ મુજબ રવિવારે આ મામલે અવાનની 3 કલાક માટે પૂછપરછ થઈ હતી. કેન્દ્રમાં 2008-2013 દરમિયાન પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતૃત્વવાળી સરકારના શાસન દરમિયાન આ પ્રોજેક્ટમાં વાર લાગી હતી. તે વખતે અવાન કાયદા અને ન્યાય મંત્રી હતાં. 


અત્રે જણાવવાનું કે સત્તારૂઢ પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ (પીટીઆઈ)ના ઉમેદવાર આરિફ અલ્વીએ મંગળવારે દેશના રાષ્ટ્રપતિના પદની ચૂંટણી જીતી. અધિકૃત ચેનલ પીટીવી ન્યૂઝે જણાવ્યું કે પ્રાથમિક રિપોર્ટથી જાણકારી મળી છે કે 3 ઉમેદવારોએ દેશના 13માં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડી હતી. 


અલ્વી ઉપરાંત પીએમએલ-એન સમર્થિત મુત્તહિદા મજલિસ એ અમલ (એમએમએ)ના અધ્યક્ષ ફજલુર રહેમાન અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના વરિષ્ઠ નેતા એતજાઝ એહસાન પણ ચૂંટણીના મેદાનમાં હતાં.