નવી દિલ્હી : પુત્રી અને પિતાનું બોન્ડિંગ હંમેશા લોકોને વિચારવા પર મજબૂર કરી દે છે. પિતા અને દીકરીનું બોન્ડિંગ એક ઉંમરે દેખાઈ આવે છે. પરંતુ નાનકડી દીકરી પિતાના તમામ ઈશારા સમજી લેશે. પિતા અને પુત્રીના બોન્ડિંગનો આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે. ફેસબુક, ટ્વિટર અને વોટ્સએપ પર જ્યાં જુઓ ત્યાં વીડિયો તેજીથી શેર કરાઈ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પપ્પાને કોપી કરવાનો પ્રયાસ
વીડિયોમાં એક પિતા પોતાની દીકરીને ઊંચકીને બાથરૂમના અરીસા સામે ઉભો છે. બંને જણા ડાન્સ કરી રહ્યાં છે. ખાસ વાત એ છે કે, બેકગ્રાઉન્ડમાં એક ગીત વાગી રહ્યું છે. નાનકડી દીકરીને ભલે ગીતના બોલ માલૂમ ન હોય, ન તો તેનો મતલબ ખબર હોય, પરંતુ તે પિતાને કોપી કરવામાં જરાય પાછળ પડતી નથી.



ક્યાંનો છે વીડિયો
મીડિયા રિપોર્ટસ અનુસાર, આ વીડિયો લોસ એન્જેલસનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં દેખાતા શખ્સનું નામ જસ્ટિન હોવાનું કહેવાય છે. તેની પત્નીનું નામ ટ્રિના વેસન છે. એક દિવસે જસ્ટિન દીકરીને લઈને શાવર માટે આવે છે, અને જસ્ટિન પોતાનું ફેવરિટ ગીત Girls like you ગીત વાગે છે, અને બંને આ ગીતને ગાય છે.