અમેરિકામાં છટણી બાદ હજારો ભારતીય કર્મચારીઓએ નોકરી ગુમાવી છે. ઘણા લોકો વર્ક વિઝા હેઠળ નિર્ધારિત સમયગાળામાં નવી રોજગાર મેળવવા માટે સખત મહેનત કરી રહ્યા છે. જો નોકરી ના મળે તો ભારત પરત ફરવું પડી શકે છે. તમને જણાવી દઈએ કે વિશ્વના વિકસિત દેશોમાં મંદીના લક્ષણો દેખાવા લાગ્યા છે. આ મંદી ખાસ કરીને ભારતીય મૂળના IT બિઝનેસ માટે ભારે પડતી જણાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા 90 દિવસમાં અમેરિકામાં આઈટી સેક્ટરમાં બે લાખથી વધુ કર્મચારીઓએ નોકરી ગુમાવી છે. આ છટણીમાં 30થી 40 ટકા એટલે કે લગભગ 60થી 80 હજાર ભારતીય કર્મચારીઓનો સમાવેશ થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છટણીમાં અનેક કંપનીઓ સામેલ
ગૂગલ, માઈક્રોસોફ્ટ અને એમેઝોન જેવી મોટી આઈટી કંપનીઓથી લઈને નાના સ્ટાર્ટઅપ સુધીમાં છટણી થઈ છે. જે બેરોજગારોને કંપનીઓમાંથી દૂર કરવામાં આવ્યા છે તેઓ નવી રોજગારી મેળવવા માટે ખૂબ જ પ્રયત્નો કરી રહ્યા છે. યુએસ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છૂટા કરાયેલા કર્મચારીઓમાં મોટાભાગના ભારતીય આઇટી પ્રોફેશનલ્સ હતા જેઓ H-1B અથવા L1 વિઝા પર યુએસ ગયા હતા.


17 વર્ષ પછી પૃથ્વી વિરુદ્ધ દિશામાં ફરશે, પછી શું થશે? રિપોર્ટમાં થયો મોટો ખુલાસો


પાકિસ્તાનમાં મોટી ઉથલપાથલ, PTI નેતા ફવાદ ચૌધરીની ધરપકડ, હવે ઈમરાન ખાનનો વારો?


શું તમે ક્યારેય સુમો પહેલવાનનો ડાન્સ જોયો છે? આ Video તમને હસાવીને પાગલ કરી દેશે


એક સપ્તાહમાં 50 હજાર લોકોની છટણી
વિશ્વનો સૌથી સફળ અમેરિકન ટેક ઉદ્યોગ અત્યારે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. જ્યાં છેલ્લા એક સપ્તાહમાં લગભગ 50 હજાર લોકોને નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા છે. શરૂઆતમાં, Snapchat પ્રથમ 1000 લોકોને છૂટા કર્યા. આ પછી રોબિનહૂડે 780 લોકોને કાઢ્યા. પછી ટ્વિટરે પણ 3500થી વધુ લોકોને બેરોજગાર કર્યા. Lyft, Meta, Amazon, Salesforce, Microsoft અને Google પણ સામેલ છે. છેલ્લા અઠવાડિયામાં જ માઇક્રોસોફ્ટે 10,000 કર્મચારીઓની છટણી કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube