ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ખૈબર પખ્તુનવા પ્રાન્તમાં ભૂકંપનું જોખમ ધરાવતા બાલકોટ શહેરના રહેવાસીઓે મંગળવારે જણાવ્યું કે, ભારતીય વાયુસેનાના વિમાનો જ્યારે આતંકવાદી ઠેકાણાનો સફાયો કરી રહ્યા હતા ત્યારે તેમની ઊંઘ 'ભયાનક વિસ્ફોટ'ના અવાજથી ખુલી ગઈ હતી. પ્રથમ દૃષ્ટિએ તો તેમને એમ જ લાગ્યું હતું કે ધરતીકંપ આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાલાકોટ પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ વિસ્તારના ખૈબર પખ્તુનવા પ્રાન્તમાં આવેલું છે. 2005માં કાશ્મિરમાં આવેલા ભૂકંપમાં આ શહેર સંપૂર્ણપણે વિનાશ પામ્યું હતું અને સાઉદી અરબની આર્થિક મદદ બાદ તેનું ફરીથી નિર્માણ કરાયું છે. 


હુમલાથી ભયભીત પાકે. પ્રજા અને સેનાને કોઈ પણ સ્થિતિ માટે તૈયાર રહેવા જણાવ્યું


પર્વતીય શહેરના રહેવાસીઓએ બીબીસી ઉર્દૂને જણાવ્યું કે, તેમની આંખ ભયાનક વિસ્ફોટના અવાજથી ખુલી ગઈ હતી. જાબા ગામના રહેવાસી ખેડૂત મોહમ્મદ આદિલે જણાવ્યું કે, તેમના અને તેમના પરિવારની ઊંઘ મોડી રાત્રે સાડા ત્રણ ક લાકે થયેલા એક ભયાનક વિસ્ફોટથી ઊડી ગઈ હતી. શરૂઆતમાં તો એવું લાગ્યું કે ફરીથી ધરતીકંપ આવ્યો છે. ત્યાર પછી અમને વિમાન ઉડવાના અવાજ આવ્યા હતા. અમે સવારે એ સ્થળે પહોંચ્યા તો ત્યાં એક મોટો ખાડો હતો અને ચાર-પાંચ ઘર નાશ પામ્યા હતા. 


પાકિસ્તાન આતંકીઓને શરણ આપવાનું બંઘ ન કરે ત્યાં સુધી અમેરિકાએ મદદ ન કરવી જોઈએ: હેલી


મંગળવારે વહેલી પરોઢે ભારતની એર સ્ટ્રાઈક 
ઉલ્લેખનીય છે કે, વહેલી સવારે 3.30 કલાકે ભારતીય વાયુદળના 12 મિરાજ વિમાને 1000 કિલોના બોમ્બ સાથે બાલાકોટ, ચાકોઠી અને મુઝફ્ફરાબાદમાં આવેલા આતંકી તાલીમી ઠેકાણા પર હવાઈ હુમલો કર્યો હતો. મિરાજ વિમાનમાંથી કુલ 6 બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. આ હુમલામાં 200થી 300 આતંકવાદીના મોત થયાના સમાચાર છે.  


વિશ્વના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....