બાલીમાં આવ્યો 6.0ની તીવ્રતાનો ધરતીકંપ, જાન-માલનું કોઈ નુકસાન નહીં
ભૂકંપના કારણે નૂસા દૂઆ વિસ્તારમાં સામાન્ય નુકસાન થયું છે, કોઈ જાનહાનીના સમાચાર નથી
જાકાર્તાઃ ઈન્ડોનેશિયાના બાલી ટાપુ પર મંગળવારે 6.0ની તીવ્રતાના ધરતીકંપ આવ્યો હતો. તંત્ર દ્વારા હજુ સુધી સુનામીની કોઈ ચેતવણી જાહેર કરાઈ નથી. આપત્તિ વ્યવસ્થાપન વિભાગના એક અધિકારીના જણાવ્યા અનુસાર સવારે લગભગ 7.18 કલાકે ધરા ધ્રુજી હતી.
સમાચાર એજન્સી સિન્હુઆને તેમણે જણાવ્યું કે, "આ ભૂકંપના કારણે શક્તિશાળી લહેરો ઉઠવાની સંભાવના નથી. એટલે અમે સુનામીની કોઈ ચેતવણી આપી નથી."
ભૂકંપના કારણે નૂસા દૂઆ વિસ્તારમાં સામાન્ય નુકસાન થયું છે. જાન-માલના નુકસાનના કોઈ સમાચાર નથી. સરકાર ભૂકંપની અસરનું મૂલ્યાંકન કરી રહી છે.
ઝૂમાંથી ભાગ્યો ચિમ્પાન્ઝી, સામે આવ્યા લોકો તો કર્યું આ કામ, જુઓ Video...
ભૂકંપ સંભવિત ક્ષેત્ર 'પેસિફિક રિંગ ઓફ ફાયર'માં હોવાના કારણે ઈન્ડોનેશિયામાં અવાર-નવાર ભૂકંપનો અનુભવ થતો રહે છે. ક્યારેક શક્તિશાળી સુનામી પણ ત્રાટકતી હોય છે.
જૂઓ LIVE TV....