હવાના: ક્યુબામાં હાલ કોન્ડોમનો ઉપયોગ ફક્ત સુરક્ષિત સેક્સ માટે નહીં પરંતુ અન્ય રીતે પણ થઈ રહ્યો છે. કોન્ડોમ અહીં બાળકોની બર્થડે પાર્ટીમાં બલૂન તરીકે ઉપયોગ થાય છે તો મહિલાઓ માટે હેરબેન્ડ  તરીકે પણ ઉપયોગમાં લેવાઈ રહ્યાં છે. વાત જાણે એમ છે કે તેનું કારણ ક્યુબાની રાજનીતિક અને આર્થિક નીતિઓ પણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દાયકાઓથી અમેરિકી પ્રતિબંધો અને સોવિયેત મોડેલના કેન્દ્રીયકૃત આર્થિક વ્યવસ્થાના કારણે અહીં દુકાનોમાં છાશવારે રોજબરોજની ચીજોનો અભાવ હોય છે. ચીજો પુરતા પ્રમાણમાં મળતી નથી. જેના કારણે લોકો જે ઉપલબ્ધ વસ્તુઓ હોય છે તેનો ઉપયોગ જરૂરિયાતની ચીજોની પૂરતી માટે કરે છે. 


હવાનામાં હેરડ્રેસરનું કામ કરતી સેન્ડ્રા હેરનાંદેજે કહ્યું કે ગ્રાહકો અમારી પાસે ખુબ આશા લઈને આવે છે અને અમે તેમની નિરાશ કરવા માંગતા નથી. અમે અમારા ગ્રાહકને નિરાશ થવા દઈ શકીએ નહીં. જ્યારે વિકલ્પોનો અભાવ હોય તો અમે જે હાજર હોય તેમાંથી કોઈ નવો વિકલ્પ બનાવીએ છીએ. સેન્ડ્રા પોતાના ગ્રાહકો માટે કોન્ડોમનો ઉપયોગ હેરબેન્ડ  તરીકે કરે છે. 


કોન્સર્ટ કે બાળકોની બર્થડે પાર્ટીમાં કોન્ડોમના મોટા આકારના બલૂનનો ઉપયોગ કરવામાં આવે છે. કોન્ડોમવાળા આ બલૂનમાં સફેદ રીબિન લગાવીને તેને સમુદ્ર કિનારે પણ ઉડાવવામાં આવે છે. ક્યારેક ક્યારેક તો માછલી પકડવાના ખેલ માટે પણ કોન્ડોમનો ઉપયોગ થાય છે. 


(ઈનપુટ-રોયટર્સ)