ઈસ્લામાબાદ: બલુચિસ્તાન(Balochistan) માં બલૂચ લિબરેશન આર્મીના ફાઈટર્સે પાકિસ્તાનની સેના પર મોટો હુમલો કર્યો છે. જેમાં 100થી વધુ પાકિસ્તાની સૈનિકોના માર્યા જવાના ખબર છે. કહેવાય છે કે બલૂચ લિબરેશન આર્મીના આ હુમલામાં ફ્રન્ટિયર કોરના આઈજી મેજર જનરલ અયમાન બિલાલ સફદરનું પણ મોત થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક સાથે બે મોરચા પર  પછડાટ
અત્યારે પણ પાકિસ્તાની સેના અને બલૂચ લિબરેશન આર્મી વચ્ચે ભીષણ લડાઈ ચાલુ છે. એક સાથે બે મોરચા પર થયેલા હુમલાથી પાકિસ્તાનના સૈનિકોને સાવચેતીની તક મળી નહીં અને તેમણે પોતાના સૈનિકોના જાનમાલનું ભારે નુકસાન વેઠવું પડ્યું છે. પાકિસ્તાનના આ ભાગમાં ગૃહ યુદ્ધ જેવા હાલાત છે. બલૂચ લિબરેશન આર્મીએ નોશ્કી અને પંજુગુરમાં એવા હુમલા કર્યા કે જાણે પાકિસ્તાનની સેનાની તે ટુકડીઓની તો કમર જ તૂટી ગઈ. 


Viral News: મરણપથારીએ પડેલી પત્નીએ વ્યક્ત કરી એવી 'અંતિમ ઈચ્છા'...પતિના હોશ ઉડી ગયા, હચમચી ગયો


બલૂચ મૂળના લોકોની માગણી
નોંધનીય છે કે કુદરતી સૌંદર્ય અને પ્રાકૃતિક સંપત્તિથી ભરપૂર આ વિસ્તાર પર પાકિસ્તાનનો કબજો છે. બલૂચ લોકો લાંબા સમયથી પોતાની આઝાદીની માગણી કરી રહ્યા છે. દુનિયાના અલગ અલગ ફોરમ પર તેઓ પોતાનો સતત અવાજ ઉઠાવી રહ્યા છે. 


Indo-Pak Relation: બિઝનેસમેનનો દાવો; ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહી છે વાતચીત, PM મોદી જઈ શકે છે ઈસ્લામાબાદ


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube