ક્વેટા: પાકિસ્તાનના બલુચિસ્તાનમાં તેલથી છલોછલ ટ્રક અને એક બસ વચ્ચે ભીષણ ટક્કર થવાના કારણે 26 લોકોના દર્દનાક મોત થયાં. જ્યારે 16 લોકો ઘાયલ થયા છે. પોલીસે મંગળવારે જણાવ્યું કે હબ પાસે લસબેલા જિલ્લામાં આ દુર્ઘટના સર્જાઈ. પોલીસે જણાવ્યું કે આ ઘટના સામેથી આવી રહેલી ટ્રેક બસ સાથે ટકરાવવાના કારણે ઘટી. કરાચીથી પંજગુર જઈ રહેલી બસમાં 40 લોકો સવાર હતાં. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ટ્રકમાં ઈરાની ઈંધણ હોવાના કારણે અકસ્માત બાદ આગ ફાટી નીકળી. જેના કારણે  કેટલાક મુસાફરો બસમાં ફસાઈ ગયાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે વધુમાં જણાવ્યું કે આગ  લાગ્યા બાદ મુસાફરો જીવ બચાવવા માટે બસમાંથી કૂદવા લાગ્યાં. પરંતુ ઉતાવળના કારણે અનેક લોકો અંદર રહી  ગયાં. જેના કારણે જે લોકો જીવ બચાવી શકે તેમ હતાં તે પણ અંદર ફસાયેલા હોવાના કારણે બચી શક્યા નહીં. અધિકારીએ જણાવ્યું કે ઘટના સ્થળ પર પહોંચેલી ટીમે 26 મૃતદેહો મેળવ્યાં છે. અનેક ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. 


લસબેલાના ડેપ્યુટી કમિશનર શબ્બીર મેંગલે કહ્યું કે તમામના મોત આગની ચપેટમાં આવી જવાથી થયા હતાં. ઘાયલ થયેલા 16માંથી છની હાલત ગંભીર છે. ઈદી ફાઉન્ડેશનના એક બચાવ અધિકારીએ જણાવ્યું કે સુવિધાઓ અને એમ્બ્યુલન્સની કમીના કારણે ઘાયલોને કરાચી લઈ જવામાં ખુબ સમય લાગી રહ્યો છે. મોટા ભાગના મૃતદેહો એટલી ખરાબ રીતે બળી ગયા છે કે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ છે. 


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...