બાંગ્લાદેશમાં આ શું થઈ રહ્યું છે...શેખ હસીનાએ નથી આપ્યું પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું?
બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના. હવે શેખ હસીનાને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી કહેવા કે પૂર્વ પ્રધાનમંત્રી તેના પર અસમંજસ છે.. જી હાં, કારણ કે, બાંગ્લાદેશના રાષ્ટ્રપતિએ શેખ હસીનાના રાજીનામાને લઈને શંકા વ્યક્ત કરી છે.
બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના. હવે શેખ હસીનાને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી કહેવા કે પૂર્વ પ્રધાનમંત્રી તેના પર અસમંજસ છે.. જી હાં, કારણ કે, બાંગ્લાદેશના રાષ્ટ્રપતિએ શેખ હસીનાના રાજીનામાને લઈને શંકા વ્યક્ત કરી છે.. એટલું જ નહીં આજથી 4 મહિના પહેલાં જે પ્રમાણે વિરોધ શરૂ થયો હતો ફરી એવો જ વિરોધ શરૂ થયો છે.. આવો જાણીએ આખરે શું છે શેખ હસીનાના રાજીનામાનું રહસ્ય અને કેમ ફરી વિદ્યાર્થીઓ કરી રહ્યા છે વિરોધ.
શું બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ પદ પરથી રાજીનામું નથી આપ્યું..?
આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કેમ કે, બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનને શેખ હસીનાનું રાજીનામું નથી મળ્યું.. જી હાં આ વાતનો ખુલાસો ખુદ રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને કર્યો છે..
રાષ્ટ્રપતિ શહાબુદ્દીને રવિવારે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મેં હમણાં જ સાંભળ્યું કે શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે. પરંતુ મારી પાસે તેમના રાજીનામા સંબંધિત કોઈ પુરાવા નથી. મેં તેમનું રાજીનામું મેળવવા માટે ઘણી વખત પ્રયાસ કર્યો હતો પરંતુ કદાચ તેમની પાસે તે માટે સમય નહોતો.
બાંગ્લાદેશમાં વડાપ્રધાન શેખ હસીનાને હટાવ્યા બાદ રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનને હટાવવાની માંગણી તેજ થઈ છે.. બાંગ્લાદેશી સમાચાર ડેલી સ્ટાર મુજબ રાજધાની ઢાકામાં રાષ્ટ્રપતિ ભવનની સામે હજારો લોકો ભેગા થયા હતા.. તેઓ શેખ હસીનાના રાજીનામા અંગેના તેમના નિવેદનથી નારાજ હતા. પ્રદર્શનકારીઓએ કહ્યું કે, રાષ્ટ્રપતિએ પદ પર રહેવાનો તેમનો નૈતિક અધિકાર ગુમાવ્યો છે. રાષ્ટ્રપતિએ 2 દિવસમાં પદ છોડી દેવું જોઈએ તેવી પ્રદર્શનકારીઓએ માંગ કરી હતી. પ્રદર્શનકારીઓએની ભીડ હિંસક બની ગયા બાદ પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના સેલ છોડ્યા હતા. નાસભાગમાં ઓછામાં ઓછા 5 લોકો ઘાયલ થયા છે..
શેખ હસીના હજુ પણ બાંગ્લાદેશના PM છે કે નહીં તે અંગેની ચર્ચાએ વેગવંતી રાષ્ટ્રપતિના આ નિવેદન બાદ હવે બાંગ્લાદેશમાં ચર્ચા તેજ થઈ ગઈ છે કે શું બંધારણીય રીતે શેખ હસીના હજુ પણ બાંગ્લાદેશના વડાપ્રધાન છે.. શેખ હસીનાએ 5 ઓગસ્ટે બાંગ્લાદેશ છોડી દીધું હતું. તેઓ ભારત આવી ગયા હતા. શેખ હસીના હાલ ભારતમાં છેકે નહીં તેને લઈને વિદેશમંત્રાલય દ્વારા પણ કોઈ સ્પષ્ટીકરણ કરવામાં નથી આવ્યું.
બાંગ્લાદેશના બંધારણની કલમ 57 (A) મુજબ, જો વડાપ્રધાન કોઈપણ સમયે રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સોંપીને રાજીનામું આપે છે, તો દેશમાં વડાપ્રધાનનું પદ ખાલી થશે.. હવે બાંગ્લાદેશમાં આ બાબતે સમસ્યા છે.. રાષ્ટ્રપતિ કહી રહ્યા છે કે તેમને શેખ હસીનાનું રાજીનામું મળ્યું નથી.. જો હકીકતમાં શેખ હસીનાએ રાજીનામું નથી આપ્યું તો હાલ પણ તેઓ બાંગ્લાદેશના વડાપ્રધાન છે. ઉલ્લેખનિય છેકે, શેખ હસીનાએ 5 ઓગસ્ટના રોજ બાંગ્લાદેશ છોડ્યું હતું, ત્યારબાદ વચગાળાની સરકારની સ્થાપના કરવામાં આવી હતી.. 76 વર્ષીય હસીના 5 ઓગસ્ટે ભારત ભાગી ગઈ હતી અને નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવી હતી.. 8 ઓગસ્ટના રોજ, નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી મુહમ્મદ યુનુસે બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા તરીકે શપથ લીધા હતા..