ઢાકાઃ બાંગ્લાદેશમાં મોંઘવારીથી ત્રસ્ત જનતાને સરકારે વધુ એક મોટો ઝટકો આપ્યો છે. પાછલી રાત્રે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં 51.7 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. દેશના ઈતિહાસમાં ફ્યૂલના ભાવમાં તેને સૌથી મોટી વૃદ્ધિ ગણાવવામાં આવી રહી છે. પહેલાથી મોંઘવારીનો સામનો કરી રહેલી જનતા પર બેવડો માર પડ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાત્રે 12.00 કલાકથી લાગૂ થયેલી નવી કિંમતો અનુસાર એક લીટર ઓક્ટેનની કિંમત હવે 135 ટકા થઈ ગઈ છે, જે 89 ટકાના પાછલા ભાવથી 51.7 ટકા વધુ છે. બાંગ્લાદેશમાં હવે એક લીટર પેટ્રોલની કિંમત હવે 130 ટકા છે, એટલે કે તેમાં 44 ટકા જેટલો વધારો કરાયો છે. 


મંત્રાલયે શું કહ્યું?
વીજળી, ઉર્જા અને ખનિજ સંસાધન મંત્રાલયે ફ્લૂલની કિંમતોમાં વધારાને લઈને નિવેદન આપ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ઈંધણના ભાવમાં વૃદ્ધિને કારણે આ નિર્ણય થયો છે. ઓછા ભાવ પર ઈંધણ વેચવાને કારણે બાંગ્લાદેશ પેટ્રોલિયમ કોર્પોરેશનને ફેબ્રુઆરીથી જુલાઈ વચ્ચે  8,014.51 ટકાનું નુકસાન થયું છે. મંત્રાલયની પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ફ્યૂલની કિંમત વધવાથી ભારત સહિત ઘણા દેશ પહેલા આ નિર્ણય લઈ ચુક્યા છે. 


આ પણ વાંચોઃ પતિને હતી પુત્રની ઈચ્છા, બે પુત્રી આવી.... 8 વર્ષની યાતના બાદ બિજનૌરની પુત્રીએ અમેરિકામાં કર્યો આપઘાત


બાંગ્લાદેશે કેમ વધાર્યા ભાવ? 
બાંગ્લાદેશે પોતાના વિદેશી મુદ્રા ભંડારને વધારવાના પ્રયાસો વચ્ચે વિશ્વ બેન્ક અને એશિયન વિકાસ બેન્ક પાસે 2 અબજ ડોલરની માંગ કરી રહ્યું છે. બાંગ્લાદેશની 416 અબજ ડોલરની અર્થવ્યવસ્થા વર્ષોથી દુનિયામાં સૌથી ઝડપથી આગળ વધનારી અર્થવ્યવસ્થા રહી છે, પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વધતી ઉર્જા અને ખાદ્ય કિંમતોએ તેના આયાત બિલ અને ચાલૂ ખાતાની ખોટને વધારી દીધી છે. 


રિપોર્ટમાં તેની સાથે જોડાયેલા લોકોનો હવાલો આપતા કહ્યું કે સરકારે એડીબી અને વિશ્વ બેન્કને પત્ર લખી 1 અબજ ડોલરની માંગ કરી છે. તો પાછલા સપ્તાહે IMF એ કહ્યું કે તે બાંગ્લાદેશની લોન માંગવાની વિનંતીને લઈને ચર્ચા કરશે. બાંગ્લાદેશી મીડિયાએ કેટલાક દિવસ પહેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે દેશ આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ પાસે 4.5 અબજ ડોલર ઈચ્છે છે, જેમાં બજેટીય અને ચુકવણી સંતુલન સહાયતા સામેલ છે. નોંધનીય છે કે બાંગ્લાદેશનો કપડા ઉદ્યોગ ચીન બાદ દુનિયાનો નંબર-2 નિકાસકાર છે. ફેસન બ્રાન્ડ ટોમી હિલફિગર કંપની પીવીએચ કોર્પ અને ઈન્ડિટેક્સ એસએની ઝારાના આપૂર્તિકર્તા પલ્મી ફેશન લિમિટેડે જુલાઈમાં મળેલા ઓર્ડર પાછલા વર્ષની તુલનામાં 20 ટકા ઓછા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube