સેંકડોની ભીડ, અલ્લાહ હૂ અકબરના નારા...બાંગ્લાદેશમાં ઈંટ પથ્થરોથી 3 મંદિરો પર હુમલો
બાંગ્લાદેશમાં સતત હિન્દુઓ પર હુમલા થઈ રહ્યા છે. મંદિરોમાં તોડફોડ ઉપરાંત હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે. એકવાર ફરીથી બાંગ્લાદેશના ચટ્ટોગ્રામમાં હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા છે.
બાંગ્લાદેશમાં હિન્દુ અલ્પસંખ્યકો અને હિન્દુ મંદિરો પર હુમલા સતત વધી રહ્યા છે. યુનુસ સરકારથી બાંગ્લાદેશની સ્થિતિ જાણે કંટ્રોલ થઈ રહી નથી. બાંગ્લાદેશમાં સતત હિન્દુઓ પર હુમલા થઈ રહ્યા છે. મંદિરોમાં તોડફોડ ઉપરાંત હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે. એકવાર ફરીથી બાંગ્લાદેશના ચટ્ટોગ્રામમાં હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા છે.
મંદિરો તોડ્યા
બાંગ્લાદેશના ચટ્ટોગ્રામમાં શુક્રવારે નારેબાજી કરી રહેલી ભીડે 3 હિન્દુ મંદિરોમાં તોડફોડ કરી. ઈસ્કોનના એક પૂર્વ સભ્ય વિરુદ્ધ દેશદ્રોહનો મામલો નોંધાયા બાદથી ચટ્ટોગ્રામમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. ન્યૂઝ પોર્ટલ બીડીન્યૂઝ 24 ડોટ કોમના રિપોર્ટમાં કહેવાયું છેકે આ હુમલો પોર્ટ શહેરના હરીશચંદ્ર મુનસેફ લેનમાં બપોરે લગભગ 2.30 વાગે થયો. આ દરમિયાન શાંતાનેશ્વરી માતૃ મંદિર, શનિ મંદિર અને શાંતનેશ્વરી કાલીબાડી મંદિરને નિશાન બનાવવામાં આવ્યા.
મંદિરો પર ઈટ પથ્થર ફેંક્યા
સમાચાર પોર્ટલે મંદિર અધિકારીઓના હવાલે જણાવ્યું કે , નારેબાજી કરી રહેલા સેંકડો લોકોના એક સમૂહે મંદિરો પર ઈંટ પથ્થર ફેંક્યા, જેનાથી શનિ મંદિર અને અન્ય બે મંદિરના દરવાજાને નુકસાન પહોંચ્યું. પોલીસ અધિકારી અબ્દુલ કરીમે આ હુમલાની પુષ્ટિ કરતા કહ્યું કે હુમલાખોરોએ મંદિરોને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. પોલીસે કહ્યું કે મંદિરને જો કે બહુ ઓછું નુકસાન થયું છે.
જુમ્માની નમાજ બાદ તોડફોડ
શાંતિનેશ્વરી મેઈન ટેમ્પલ મેનેજમેન્ટ કમિટીના સ્થાયી સભ્ય તપન દાસે ન્યૂઝ પોર્ટલને જણાવ્યું કે જુમ્માની નમાજ બાદ સેંકડોની સંખ્યામાં લોકો જુલુસ લઈને પહોંચ્યા. તેઓ હિન્દુ વિરોધી અને ઈસ્કોન વિરોધી નારા લગાવવા લાગ્યા. ન્યૂઝ પોર્ટલે તેમના હવાલે કહ્યું કે, અમે હુમલાખોરોને વિરોધ ન કર્યો. જ્યારે સ્થિતિ બગડી તો અમે સેનાની બોલાવી, તેઓ તરત પહોંચ્યા અને વ્યવસ્થા બહાલ કરવામાં મદદ કરી. બપોર પહેલા જ મંદિરના બધા દ્વાર બંધ કરી દેવાયા હતા. ઉપદ્રવીઓ પહોંચ્યા અને હુમલો કર્યો.