ઢાકા: ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશ પણ હવે પાકિસ્તાન સામે બોલવાનું શરૂ કરી દીધું છે. બાંગ્લાદેશે પાકિસ્તાનને માફી માંગવા માટે જણાવ્યું છે. બાંગ્લાદેશના વિદેશમંત્રી એકે અબ્દુલ મોમેને સખત શબ્દોમાં પાકિસ્તાનને વખોડ્યું છે અને જણાવ્યું છે કે તેમને શરમ આવવી જોઈએ કારણ કે તેમને 30 લાખ નિર્દોષ બાંગલાદેશીઓના નરસંહાર માટે અત્યાર સુધી માફી માંગી નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનને પોતાનું કરતૂત પર શરમ આવવી જોઈએ
બાંગ્લાદેશના વિદેશ મંત્રી એકે અબ્દુલ મોમેને જણાવ્યું છે કે 1971ના મુક્તિ સંગ્રામ દરમિયાન 30 લાખ નિર્દોષ બાંગ્લાદેશી નાગરિકોની હત્યા માટે માફી માંગવા પર પાકિસ્તાનને શરમ આવવી જોઈએ.


પાકિસ્તાનને અત્યાર સુધી માંગી નથી માફી
વિદેશ મંત્રી એકે અબ્દુલ મોમેને જણાવ્યું છે કે પાકિસ્તાનને અત્યાર સુધી માફી માંગી નથી, કારણ કે દેશની યુવા પેઢી હવે તેની માંગ કરી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, બાંગ્લાદેશ પહેલાથી જ રાષ્ટ્રીય સંસદમાં 25 માર્ચ, 1971ના નરસંહારને માન્યતા આપી ચૂક્યો છે.


હત્યાકાંડના દિવસ તરીકે માન્યતા આપવી જોઈએ
એકે અબ્દુલ મોમેને જણાવ્યું છે કે, સાથે, અમે સંયુક્ત રાષ્ટ્રને અપીલ કરીએ છીએ કે આ દિવસને નરસંહાર દિવસ તરીકે માન્યતા આપવી જોઈએ. 9 ડિસેમ્બરે વિશ્વ સ્તર પર નરસંહાર દિવસના રૂપમાં માન્યતા આપવામાં આવી છે.


તમને જણાવી દઈએ કે, ભારત પાકિસ્તાનની 1971ના યુદ્ધમાં પાકિસ્તાનના બે ભાગલા પાડી દેવામાં આવ્યા હતા અને ઈર્સ્ટ પાકિસ્તાનને બાંગ્લાદેશ બનાવી દેવામાં આવ્યું હતું. ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ઈર્સ્ટ પાકિસ્તાનમાં મુક્તિ આંદોલન ચાલી રહ્યું હતું, જેમાં પાકિસ્તાનની સેનાએ 30 લાખ નાગરિકોની હત્યા કરી નાંખી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube