Bangladesh: દુર્ગા પૂજા સ્થળ પર મુકી દીધી `કુરાન`, હિંદુઓ વિરૂદ્ધ રચ્યું હિંસાનું કાવતરું
બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા ઉત્સવ દરમિયાન સોશિયલ મીડિયા પર કથિત ઇશનિંદાવાળી પોસ્ટ બાદ બુધવારે મંદિરો પર હુમલાની ઘટનાઓ જોવા મળી રહી છે. રવિવારે મોડી રાત્રે એક ભીડે 66 મકાન ક્ષતિગ્રસ્ત કરી દીધા અને ઓછામાં ઓછા 20 મકાનો ફૂંકી માર્યા હતા.
ઢાકા: બાંગ્લાદેશ્માં દુર્ગા પૂજા ઉત્સવ દરમિયાન હિંદુઓની વિરૂદ્ધ હિંસાની સ્થિતિની ઘટનાઓમાં એક મહત્વપૂર્ણ સંદિગ્ધ ગણાતા 35 વર્ષના એક વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે. 'બીડીન્યૂઝ24 ડોટ કોમ' ના સમાચાર અનુસાર ઇકબાલ હુસૈનની ગુરૂવારે રાત્રે કોક્સ બજારમાંથી ધરપકડ કરવામાં આવી. તેના પર કોમિલ્લા (Cumilla) માં એક દુર્ગા પૂજા સ્થળ પર કુરાની કોપી રાખવાની શંકા છે.
બાંગ્લાદેશના ગૃહમંત્રીએ ધરપકડ કરી પુષ્ટિ
બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા ઉત્સવ દરમિયાન સોશિયલ મીડિયા પર કથિત ઇશનિંદાવાળી પોસ્ટ બાદ બુધવારે મંદિરો પર હુમલાની ઘટનાઓ જોવા મળી રહી છે. રવિવારે મોડી રાત્રે એક ભીડે 66 મકાન ક્ષતિગ્રસ્ત કરી દીધા અને ઓછામાં ઓછા 20 મકાનો ફૂંકી માર્યા હતા. કોક્સ બજારના એડિશન એસપી રફીકુલ ઇસ્લામે જણાવ્યું કે ઇકબાલને ગુરૂવાર રાત્રે લગભગ 10 વાગે કોક્સ બજાર સમુદ્ર કિનારેથી ધરપકડ કરવામાં આવી. બાંગ્લાદેશના ગૃહમંત્રી અસદુજ્જમાન ખાન કમાલ (Asaduzzaman Khan Kamal) એ આ ધરપકડની પુષ્ટિ કરી છે.
TMKOC: 'તેનો હાથ મારા પેન્ટમાં હતો', બબીતાજીએ વ્યક્ત કરી પોતાના સાથે થયેલી ખૌફનાક ઘટનાની દાસ્તાં
CCTV ફૂટેજથી થઇ ઓળખ
પોલીસે જણાવ્યું કે તેમણે 13 ઓક્ટોબરના રોજ શહેરના નાનુઆ દિઘિર પારમાં પૂજા સ્થળ પર 'કુરાનની કોપી રાખનાર' વ્યક્તિની સીસીટીવી ફૂટેજથી ઓળખ કરી લીધી છે. ઢાકા ટ્રિબ્યૂનના સમાચાર અનુસાર પોલીસે ધરપકડ ઉપરાંત વધુ કોઇ જાણકારી આપી નથી. હુસૈનના પરિવારના સભ્યોએ દાવો કર્યો છે કે તેમની માનસિક સ્થિતિ ઠીક નથી અને કોઇએ તેનો ફાયદો ઉઠાવીને તેની પાસે કુરાન રખાવી હશે. સમાચારમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે દેશભરમાં ફેલાયેલી સાંપ્રદાયિક હિંસામાં 7 લોકોના મોત થયા છે અને હિંદુ સમુદાયના ઘણા મકાનો અને વેપારી પ્રતિષ્ઠાનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube