માલદીવમાં ચીન સમર્થક સરકાર બન્યા બાદથી ભાર સાથે તેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. બીજી બાજુ પાડોશી દેશ બાંગ્લાદેશમાં પણ ભારત વિરોધી અભિયાન 'ઈન્ડિયા આઉટ કેમ્પેઈન' શરૂ થઈ ગયું છે. આ કેમ્પેઈન બાંગ્લાદેશની વિપક્ષી પાર્ટી બીએનપી ચલાવી રહી છે અને તેને ખુબ સમર્થન પણ મળી રહ્યું છે. ભારત માટે આ એક નવી મુશ્કેલી થઈ શકે છે. બાંગ્લાદેશ સાથે ભારતના વેપારી અને વ્યૂહાત્મક તથા આર્થિક સંબંધો રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BNP નું ભારત વિરોધી  કેમ્પેઈન
બાંગ્લાદેશના ઉદય સાથે જ ભારતના પોતાના આ પાડોશી દેશ સાથે સારા સંબંધ રહ્યા છે. હવે ત્યાંની મુખ્ય વિપક્ષી પાર્ટી બીએનપી માલદીવની જેમ સત્તા પડાવા માટે ભારત વિરોધી કેમ્પેઈનનો સહારો લઈ રહી છે. બીએનપીના મુખ્ય નેતા જનરલ રૂહુલ કબીર રિઝવીએ હાલમાં જ ઈન્ડિયાન આઉટ કેમ્પેઈનના સમર્થન અભિાન દરમિયાન પોતાની કાશ્મીરી શાલ બાળી મૂકી હતી. 


ભારતીય ઉત્પાદનોના બહિષ્કારની જાહેરાત
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધી સારા આર્થિક અને કૂટનીતિક સંબંધો રહ્યા છે. જો કે બીએનપી એવો આરોપ લગાવી રહી છે કે ભારત હંમેશા શેખ હસીનાની પાર્ટીનું સમર્થન કરે છે. દિલ્હીએ ભારતે બાંગ્લાદેશનું સમર્થન કર્યું નથી. ભારત વિરોધી અભિયાનમાં બીએનપી નેતા ભડકાઉ નિવેદનો પણ આપી રહ્યા છે. આ સાથે જ ભારતીય ઉત્પાદનોનો બહિષ્કારનો દાવો પણ કરી રહ્યા છે. 


બાંગ્લાદેશમાં પણ મોટાભા થવું છે ચીનને?
વિપક્ષી પાર્ટી બીએનપીના ભારત વિરોધી અભિયાનથી ભારત માટે વધુ એક મુશ્કેલી ઊભી થઈ શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ચીન સાથે બાંગ્લાદેશની ભાગીદારી વધી છે. ચીન એશિયામાં પોતાનો હસ્તક્ષેપ સતત વધારવાની ફિરાકમાં છે. ભારત અને પાકિસ્તાન બંનેથી ભૌગૌલિક રીતે નજીક હોવાના કારણે ચીન માટે બાંગ્લાદેશ રણનીતિક રીતે મહત્વનું બની ગયું છે. ચીનના પડકારોને પહોંચી વળવા માટે ભારત માટે બાંગ્લાદેશ પર નજર રાખવી ખુબ જરૂરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube